અમદાવાદમાં 24 કલાકમાં 143 કેસ, નવા 24 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ જાહેર

August 05, 2020

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોના વાયરસરના નવા 143 કેસ સામે આવ્યા છે. તો કોરોનાને કારણે વધુ પાંચ લોકોના મૃત્યુ પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં સારવાર બાદ 102 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 25 હજાર 778 કેસ નોંધાયા છે. તો અત્યાર સુધી 1571 લોકોના મૃત્યુ પણ થયા છે. 
અમદાવાદ મહાનગર પાલિકાએ માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારની નવી યાદી જાહેર કરી છે. જેમાં કુલ 24 વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે. તો અગાઉના 18 વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્તિ મળી છે. આ સાથે અમદાવાદમાં કુલ કન્ટેઈન્મેન્ટ વિસ્તારની સંખ્યા 251 થઈ ગઈ છે.