ગુજરાતમાંથી 14.56 લાખ શ્રમિકો હિજરત કરી ગયા

June 04, 2020

અમદાવાદ : ગુજરાતમાંથી ૯૯૯ સ્પેશિયલ શ્રમિક ટ્રેનો દોડાવીને ૧૪.૫૬ લાખ શ્રમિકોને  છેલ્લા એક માસમાં  તેમના વતન પહોંચાડવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશ માટે સૌથી વધુ ૫૫૮ ટ્રેનો દોડી હતી. બિહાર માટે ૨૨૩, ઓરિસ્સા માટે ૯૧ શ્રમિક ટ્રેનો દોડાવાઇ હતી.  આ કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીએ અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને વડોદરા વિભાગના રેલવેના ડીઆરએમને  ઉત્કૃષ્ટ કામગીરીના પ્રમાણપત્ર આપીને બહુમાન કર્યું હતું.

નોંધપાત્ર છેકે પશ્ચિમ રેલવે દ્વારા કુલ ૧,૨૧૪ શ્રમિક ટ્રેનો દોડાવીને ૧૮.૨૩ લાક પ્રવાસી શ્રમિકોને તેમના વતન પહોચાડયા હતા.