રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા, 26 દર્દી સાજા થયા

May 22, 2022

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,776 દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 5,17,507 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 188 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિક વેન્ટિલેટર પર છે. અન્ય તમામ 185 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,13,776 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. વડોદરા કોર્પોરેશનમાં 9, અમદાવાદ કોર્પોરેશન 5 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે.