WHOની આગેવાની હેઠળની કોરોના વેક્સિનની સપ્લાઈ અને ડિસ્ટ્રીબ્યુશન સ્કીમમાં 156 દેશ જોડાયા

September 22, 2020

વોશિંગ્ટન : વિશ્વમાં અત્યાર સુધીમાં 3 કરોડ 14 લાખ 99 હજાર 343 કેસ નોંધાયા છે. જ્યારે 2 કરોડ 31 લાખ 9 હજાર 498 લોકો સાજા થયા છે. 9 લાખ 69 હજાર 287 લોકોના મોત થયા છે. આ આંકડા www.worldometers.info/coronavirus પરથી લેવાયા છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભવિષ્યમાં તૈયાર થનાર કોરોના વેક્સિનની સપ્લાઈ અને ડિસ્ટ્રીબ્યુશનની સ્કીમ તૈયાર કરી છે. તેને કોવેક્સ સ્કીમ નામ અપાયું છે. આ સ્કીમમાં વિશ્વના 156 દેશ જોડાયા છે. તેમા 64 સેલ્ફ ફાઈનાન્સિંગ અને આર્થિક રીતે મજબૂત દેશ પણ જોડાયા છે. જ્યારે ચીન અને અમેરિકા તેમા સામેલ નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થા વૈશ્વિક લેવલે વેક્સિનનું ડિસ્ટ્રીબ્યુશન કરનાર સંસ્થા ગાવી સાથે મળીને આ કામ કરશે. આ સ્કીમ દ્વારા એ નક્કી કરાશે કે વેક્સિનને પહોંચાડવામાં અને ડિસ્ટ્રીબ્યુશનમાં કોઈ ગરબડ ન થાય. WHOના નિર્દેશક ગેબ્રિસિએસે  આ સ્કીમની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે આ કોઈ ચેરિટી નથી. પણ તે બધા દેશના હિતમાં છે.