છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 198 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

March 03, 2021

ગાંધીનગર : આજે 3 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું 77મું બજેટ રજૂ થશે. ત્યારે શરુઆતમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ શરુ થયો હતો. જેમાં સરકારે અનેક સવાલોના જવાબો આપ્યાં હતાં. રાજ્યમાં કાર્યરત જીઆઈડીસીમાં બંધ ઉદ્યોગોનું પ્રમાણ 923 ટકા, 229 કાર્યરત જીઆઈડીસીમાં 2114 ઉદ્યોગ બંધ હાલતમાં, નાના ઉદ્યોગો માટે સરકાર દ્વારા અપાતી પ્રોત્સાહક યોજનાઓ સામે સવાલ, તાપી અને ડાંગ જિલ્લામાં એક પણ જીઆઈડીસી કાર્યરત નથી, અમદાવાદ ખાતે 14 કાર્યરત જીઆઈડીસીમાં સૌથી વધુ 229 ઉદ્યોગો બંધ હાલતમાં હોવાનું સરકારે કબૂલ્યું હતું.

રાજ્ય સરકારે 2014માં ચીન સાથે ઇન્ડટ્રીયલ પાર્ક બનાવવાનો કર્યો હતો કરાર, કાયદાકીય બાબતો કારણે ચીન સાથે કરેલા કરાર હાલ ગુંચવણમાં હોવાનું રાજ્ય સરકારની કબુલ્યુ. ઇન્ડટ્રીયલ પાર્ક માટે ચાઈના ડેવલપમેન્ટ બેંક દ્વારા ફંડ સામે ચાઈના એસોસિએશન ફોર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ દ્વારા જમીન સંપાદન કરવામાં આવ્યું. સાણંદ નજીક 200 હેકટર જમીન સામે 55 હેકટર જમીન કરાઈ સંપાદન. કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમારે સવાલ કર્યો હતો. જેનો જવાબ આપવામાં આવ્યો હતો.વિધાનસભા માં રાજ્ય સરકારે જ રજૂ કર્યા ચોંકાવનારા આંકડા. રાજ્યમાં છેલ્લા 2 વર્ષ માં 198.30 કરોડ નો વિદેશી દારૂ ઝડપાયો, 3.65 કરોડ નો દેશી દારૂ, 13.18 કરોડનો બિયર ઝડપાયો, 68.60 કરોડની કિંમતમાં અફીણ ગાંજો, ચરસ, હેરોઇન, મેફેડ્રોનનો જથ્થો પકડાયો હતો.