કાનપુર અથડામણનાં ‘વિલન’ વિકાસ દુબેને શોધવામાં લાગી 20 ટીમો, નેપાળ ભાગ્યો હોવાની શંકા

July 04, 2020

કાનપુર : યૂપી પોલીસ કાનપુરનાં ગેંગસ્ટર વિકાસ દુબેની તલાશમાં લાગેલી છે. જો કે અત્યાર સુધી તેની કોઈ ભાળ નથી મળી. કાનપુર શૂટઆઉટ મામલે પોલીસ શુક્રવારની આખી રાત છાપેમારી કરતી રહી. પોલીસની લગભગ 20 ટીમો અલગ-અલગ જિલ્લામાં તપાસ કરી રહી છે. વિકાસ દુબેનાં નેપાળ ભાગવાની પણ આશંકા છે, જેના કારણે લખમીપુર ખીરી જિલ્લાની પોલીસ પણ એલર્ટ પર છે.

લખમીપુર ખીરીની પોલીસે જણાવ્યું કે નેપાળ બૉર્ડર પર એલર્ટ કરી દેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે અહીં નેપાળથી જોડાયેલી 120 કિમીની સરહદ છે, 4 પોલીસ સ્ટેશન છે. દરેક જગ્યાએ ફોટો ચીપકાવી દેવામાં આવ્યા છે. એસએસબીનાં અધિકારીઓ સાથે વાત થઈ ગઈ છે. આ ઉપરાંત લખમીપુરની એસપીએ જણાવ્યું કે જિલ્લાની બૉર્ડર પર પણ એલર્ટ છે અને તપાસ કરવામાં આવી રહી છે.

તો પોલીસ જે લોકોની પુછપરછ કરી રહી છે તેમને મોબાઇલ કૉલ ડિટેલનાં આધારે ઉઠાવવામાં આવ્યા છે. આ લોકો સાથે વિકાસ દુબેની ઘટનાથી પહેલા 24 કલાકમાં વાતચીત થઈ હતી. ચોંકાવનારી વાત છે કે વિકાસનાં કૉલ ડિટેલમાં કેટલાક પોલીસવાળાઓનાં નંબર પણ છે. જાણકારી પ્રમાણે પોલીસની તપાસમાં આવ્યું છે કે ચૌબેપુર પોલીસ સ્ટેશનનાં જ એક પોલીસ કર્મચારીએ વિકાસને પોલીસ આવવાની જાણકારી આપી દીધી હતી. શકનાં ઘેરામાં એક થાનેદાર, એક સિપાહી અને એક હોમગાર્ડ છે. ત્રણેયની કૉલ ડિટેલનાં આધાર પર તેમને પુછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસે મૉસ્ટ વૉન્ટેડ વિકાસ દુબેનાં ગામથી અનેક લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમને ઘટનાક્રમ અને હુમલાનાં માસ્ટર માઇન્ડ વિકાસનાં વિશે પુછપરછ કરવામાં આવવાની તૈયારી છે. સાથે જ પોલીસે લગભગ 500 મોબાઈલ ફોન નંબર સર્વિલાંસ પર લગાવ્યા છે. આખા બિકરૂ ગામમાં ભારે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઘટના બાદથી જ ગામ અને આસપાસનાં વિસ્તારોમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.