2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં 77માંથી 28 આરોપી નિર્દોષ

February 08, 2022

આજે 2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો આવશે. જેમાં 2008ની 26 જુલાઈએ શહેરમાં 20 બ્લાસ્ટ થયા હતા. તેમાં 13 વર્ષ, 195 દિવસ બાદ ચુકાદો આવશે. જેમાં 58 મૃતક પરિવારને ન્યાયની આશ રાખીને બેઠા છે. જેમાં એક સાથે દેશની 8 જેલમાંથી આરોપીઓ જોડાયા છે. તેથી ભદ્ર કોર્ટ, જેલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તથા ચુકાદા પછી જ વકીલ-પક્ષકારને કોર્ટમાં એન્ટ્રી થશે. તેમજ મહત્વની વાત છે કે ટ્રાયલ દરમિયાન 8 જજ બદલાયા છે.

 જજ એ.આર પટેલે ચુકાદો સંભળાવ્યો

જેમાં 77 માંથી 28 આરોપી નિર્દોષ છુટ્યા છે. જેમાં જજ એ.આર પટેલે ચુકાદો સંભળાવ્યો છે. તેમજ પુરાવાના અભાવે 28 આરોપી નિર્દોષ છુટ્યા છે. તેમાં નાસીર અહેમદ લીયાકતઅલી નિર્દોષ છે. તથા આરોપી નંબર 41, 53, 54, 55, 56, 58, 61, 62, 67, 68, 71 નિર્દોષ જાહેર છે.

સાબરમતી મધ્યસ્થ જેલમાં 49 આરોપીઓ

અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલમાં 49 આરોપીઓ બંધ છે. જેમાં ભોપાલની જેલમાં 10 આરોપીઓ બંધ છે. તથા મુંબઈની તલોજા જેલમાં 4 આરોપીઓ બંધ છે. તેમજ કેરળની જેલમાં 2, બેંગાલુરુની જેલમાં 5 આરોપીઓ તથા બિહાર ગયામાં 2 આરોપી તેમજ જયપુરની જેલમાં 2 અને દિલ્હીની જેલમાં 2 આરોપી બંધ છે.

2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના ચુકાદામાં નિર્દોષ આરોપી :

  • શકીલ અહેમદ અબ્દુલ સલીમ નિર્દોષ
  • નદીમ અબ્દુલ નઈમ નિર્દોષ
  • મોહંમદ સમી ઉર્ફે અબ્દુલ સમી નિર્દોષ
  • ડૉ. અહેમદબેગ મુબારક ખ્વાજાબેગ નિર્દોષ
  • કામરાન ઉર્ફે ફજીલતહુસેન હાજીસાહીદ નિર્દોષ
  • હસીબરજા ઉર્ફે સમીમભાઈ નિર્દોષ
  • ફીરદોસરજા નિર્દોષ

મોહંમદહબીબ ઉર્ફે હબીબ ફલાહી શેખ નિર્દોષ

2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના ચુકાદામાં કોર્ટમાં 1 DCP, 2 ACP, 6 PI સહિત પોલીસ સ્ટાફ તૈનાત છે. તથા BDDS દ્વારા કોર્ટનું ચેકીંગ હાથ ધરાયું છે. બ્લાસ્ટ કેસને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તેમાં 100થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત છે. તથા કોર્ટમાં કેસ સાથે સંકળાયેલ સિવાયનાને પ્રવેશ નહિ. તેમજ સંવેદનશીલ વિસ્તારમાં પણ ગત સાંજથી જ પેટ્રોલિંગ કરાયું છે.