મહારાષ્ટ્રમાં 21 દિવસના લોકડાઉનના ભણકારા, આવતીકાલની બેઠકમાં નિર્ણય લેવાશે

April 11, 2021

મુંબઇ- મહારાષ્ટ્રમાં કોરોનાને લઇને થયેલી બેઠકમાં લોકડાઉનને લઇને સહમતિ બની રહી છે. તેવામાં હવે લોકડાઉન નક્કી માનવમાં આવી રહ્યું છે. જો કે લોકડાઉન ક્યારે અને ક્યાં સુધી લાગુ થશે તે હજુ નક્કી નથી. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અસલમ શેખે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ કહ્યું કે તમામ લોકો લોકડાઉન લગાવવાના પક્ષમાં છે.


અસલમ શેખે કહ્યું કે મીટિંગમાં દરેક વ્યક્તિ લોકડાઉન લગાવવાની તરફેણમાં હતા. આ દરમિયાન કોરોના પ્રોટોકોલ અને નિયમોને લઇને વાતચીત થઇ નથી. હવે ફરી એકવખત આવતીકાલે બેઠક યોજાશે. જેની અંદર અંતિમ નિર્ણય લેવામાં આવશે.


મીટિંગમાં કેટલાક લોકોની સલાહ હતી કે બે અઠવાડિયાનું લોકડાઉન લાગુ કરવામાં આવે.  કે કેટલાક લોકોનું કહેવું હતું કે ત્રણ અઠવાડિયાનું લોકડાઉન લગાવવું જોઇએ. આજની બેઠકમાં તમામ લોકોની સહમતિ નથી બની, જેથી હવે કાલે મીટિંગ બાદ નિર્ણય કરવામાં આવશે.
કેબિનેટ મીટિંગ પહેલા ઉદ્ધવ ઠાકરેએ ટાસ્ક ફોર્સ સાથે મીટિંગ કરી હતી અને રાજ્યમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સિંગ વડે યોજાયેલી આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી રાજશ ટોપે પણ હાજર હતા.