પ્રવાસી મજૂરોને લઇ જયપુરથી પશ્ચિમ બંગાળ જઇલ રહેલી જતી બસ પલટી, 22 લોકો ઘાયલ

May 23, 2020

પ્રયાગરાજ : લોકડાઉનના કારણે ધંધો રોજગાર ખોઇ બેસેલા પ્રાવસી મજૂરો પોતાના વતન પરત ફરી રહ્યા છે. પગપાળા, ટ્રક, સાઇકલ, બસ, ટ્રેન વગેરે તમામ પ્રકારે યાત્રા કરી રહ્યા છે. આ બધા વચ્ચે છેલ્લા 15 દિવસમાં વતન જઇ રહેલા મજૂરો સાથે અકસ્માતની ઘણી ઘટનાઓ બની છે, જેણે આખા દેશને હચમચાવી દીધો છે. આ અકસ્માતોમાં 100 કરતા પણ વધારે પ્રવાસી મજૂરોના મોત થયા છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં એક બસ પલટી મારી ગઇ છે. રાજસ્થાનના જયપુરથી પશ્ચિમ બંગાળ જઇ રહેલી ખાનગી બસ સાહપુર ગામ નજીક એક પુલની રેલિંગ તોડીને 15 ફૂટે નીચે પડી ગઇ અને પલટી ખાઇ ગઇ.

આ દુર્ઘટનામાં 20થી 22 લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે જયપુરથી પશ્ચિમ બંગાળ જઇ રહેલી બસમાં 35 પ્રવાસી મજૂરો હતા. રાત્રે લગભગ 8.40 આસપાસ બસના ડ્રાઇવરને ઝોકુ આવી જતા બસ રેલિંગ તોડીને સર્વિસ રોડથી આગળ 15 ફૂટ ઉંડા ખાડામાં જઇને પલટી ખાઇ ગઇ. હજુ સુધી સદ્નસીબે કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ જે 20 લોકો ઘાયલ થયા છે તેમાંથી ત્રણ લોકોની સ્થિતિ ગંભીર છે. ઘાયલ થયેલા લોકોને નજીકના સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.