રાજ્યમાં કોરોનાના 226 નવા કેસ, 163 દર્દી સાજા થયા
June 21, 2022

ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 226 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 163 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,616 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.98 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 55,584 રસીના ડોઝ અપાયા હતા.
રાજ્યમાં કુલ 1524 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 1522 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,616 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 106, વડોદરા કોર્પોરેશન 22, સુરત કોર્પોરેશન 37, ગાંધીનગર કોર્પોરેશન 7, વડોદરા 6, કચ્છ, મહેસાણા, રાજકોટ કોર્પોરેશન અને વલસાડમાં 5-5 કેસ નોંધાયા છે. ભાવનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 4-4 કેસ નોંધાયા છે. ગાંધીનગર, પાટણમાં 3-3, અમદાવાદ, ભરૂચ, રાજકોટમાં 2-2 અને અમરેલી, આણંદ, ખેડા અને તાપીમાં 1-1 કેસ નોંધાયા છે.
Related Articles
ગુજરાતમાં કોરોનાના નવા 665 કેસ, 536 રિકવર, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોનાના નવા 665 કેસ, 536 રિકવ...
Jul 06, 2022
નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ, મોહન નદીમાં ઘોડાપૂર આવતાં 10 જેટલાં ગામો સંપર્કવિહોણાં
નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદ, મોહન નદી...
Jul 06, 2022
ગીર સોમનાથમાં આભ ફાટ્યું:સુત્રાપાડામાં 12 અને કોડીનારમાં 9 ઇંચ, ભારે વરસાદથી ગામ અને ખેતરો બેટમાં ફેરવાયા
ગીર સોમનાથમાં આભ ફાટ્યું:સુત્રાપાડામાં 1...
Jul 06, 2022
ઓલપાડમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, સેનાખાડી ઓવરફ્લો થતા ઘરોમાં પાણી ઘૂસ્યા
ઓલપાડમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો,...
Jul 06, 2022
ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો, 419 નવા કેસ, એક દર્દી વેન્ટિલેટર પર
ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો, 419...
Jul 05, 2022
ચૂંટણી પહેલા લોકો સુધી પહોંચશે સરકાર, ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નું પ્રસ્થાન
ચૂંટણી પહેલા લોકો સુધી પહોંચશે સરકાર, ‘વ...
Jul 05, 2022
Trending NEWS

06 July, 2022

06 July, 2022
.jpg)
06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

06 July, 2022

05 July, 2022

05 July, 2022

05 July, 2022