હરિયાણાના રોહતકમાં ફરી ભુકંપના આંચકા, 2.4ની તિવ્રતા નોંધાય

June 28, 2020

નવી દિલ્હી : છેલ્લા થોડા દિવસોથી ઉત્તર ભારતની ધરા ધ્રુજી રહી છે. હજુ ગઈકાલે દિલ્હી અને લદ્દાખમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા જે બાદ આજે ફરી હરિયાણાના રોહતકમાં 2.4ની તિવ્રતાનો ભુકંપ નોંધાયો છે. દેશના જુદાં-જુદાં ભાગોમાં આવેલા ભુકંપના આંચકાથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

હરિયાણાના રોહતકમાં ફરીવાર ભુકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર આ ભુકંપની તિવ્રતા 2.4ની નોંધાઈ છે. રાત્રે 9.11 કલાકે રોહતકમાં ભુકંપના આંચકા અનુભવાયા છે. જેનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભુકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભુકંપનું કેન્દ્રબિંદુ રોહતરમાં જમીનમાં 5 કિમી અંદર હતું. રોહતકમાં છેલ્લા 4 દિવસમાં આ ત્રીજીવાર ભુકંપના આંચકા અનુભવાયા છે.

આ આગાઉ 24 જુને રોહતકમાં ભુકંપના આંચકા અનુભવાયા હતા જેની તિવ્રતા 2.8ની હતી અને જે બાદ 26 જુને પણ 2.8ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો, રોહતક સિવાય દિલ્હી-NCR, નોઈડા અને લદ્દાખમાં પણ ભુકંપના આંચકા અનુભવાયા હતા.