રાજ્યમાં 28 નવા કેસ, 50 દર્દીઓ સાજા થયા; એક પણ મોત નહીં

July 21, 2021

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના હવે તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 28 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ તેનાથી બમણા એટલે કે 50 દર્દીઓ સાજા થઇ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,109 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો કોરોનાથી સાજા થવાનાં દરમાં પણ સતત વધારો થઇ રહ્યો છે રાજ્યમાં 98.73 ટકા દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. તો બીજી તરફ રસીકરણનાં મોરચે પણ સરકાર લડી રહી છે.


જો રાજ્યમાં રહેલા એક્ટિવ દર્દીઓની વાત કરીએ રાજ્યમાં કુલ 289 એક્ટિવ દર્દીઓ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 384 લોકો સ્ટેબલ છે. 8,14,109 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10076 લોકોનાં અત્યાર સુધીમાં કુલ કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જો કે સારા સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નિપજ્યું નથી.
અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં 5, વડોદરામાં 9, આણંદમાં 2, જુનાગઢમાં 2 અને ગીરસોમનાથ, જામનગર, નવસારી, પોરબંદર, રાજકોટ, વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં 0 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં ડીસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા 50 છે. જેમાં વડોદરામાં 6, અમદાવાદમાં 21, સુરતમાં 8, જામનગરમાં 9 અને નવસારી, રાજકોટ, વલસાડ, અમરેલી, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં 1-1 દર્દી ડીસ્ચાર્જ થયા છે.