કલોલમાં 29 વર્ષીય યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યા

January 23, 2023

કલોલમાં 29 વર્ષીય યુવકે કેનાલમાં ઝંપલાવ્યું છે. જેમાં વ્યાજે લીધેલા નાણા અને વ્યાજ ના ચૂકવી શકતા આપઘાત કર્યો છે. તેમજ મૃતક પાસેથી વ્યાજે લીધેલી મૂડીની ચિઠ્ઠી મળી આવી છે. તથા વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાનો પરિજનોનો આક્ષેપ છે.

ઉલ્લેખનીય છે કે કલોલમાં 29 વર્ષીય યુવકે કેનાલમાં પડી આપઘાત કર્યો છે. જેમાં વ્યાજે લીધેલ નાણાં અને વ્યાજ ના ચૂકવી શકતા ગત 19 તારીખના રોજ ઘરેથી નીકળ્યા બાદ ગઈકાલે કડીના કરણનગર કેનાલમાંથી યુવાનની લાશ મળી આવી છે. તેમજ મૃતક યુવકના ખિસ્સામાંથી વ્યાજે લીધેલ મૂડીની ચિઠ્ઠી નામ સાથે મળી આવી છે. તેથી કલોલ પોલીસે ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી અને હવે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલી છે.

હાલ તો પરિવારજનોએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે એવો આક્ષેપ લગાવ્યો છે. પણ પોલીસ ફરિયાદ દાખલ થાય પછી સાચી વિગતો જાણવા મળે. તેમજ આર્થિક સંકડામણને કારણે રાજ્યમાં વધુ એક યુવાને મોતને વ્હાલુ કર્યું છે.