CWCની બેઠકમાં 3 ઠરાવ પાસ, 3 મુદ્દે કોંગ્રેસ ઉતરશે રસ્તા પર

October 16, 2021

અંબિકા સોનીએ કહ્યું-રાહુલ ગાંધીએ અધ્યક્ષ બનવું જોઈએ
આવતા વર્ષે અધ્યક્ષ પદ માટે થશે ચૂંટણી
કોંગ્રેસમાં આંતરિક વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે, એ તમામ વચ્ચે આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠક પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં ભાગ લેવા પાર્ટીના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ સહિત પંજાબના CM ચરણજીત ચિન્ની બેઠકમાં હાજર રહ્યા હતા.
બેઠક બાદ કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે જણાવ્યું કે, 14-29 નવેમ્બરની વચ્ચે કોંગ્રેસ મોંઘવારી સામે જનઆંદોલન કરવા જઈ રહી છે. તેમા કેન્દ્ર સરકારી નીતિઓને વિરોધ કરવામાં આવશે.
કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, પાર્ટીના અધ્યક્ષ પદ માટે ચૂંટણી આવતા વર્ષે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે યોજાશે. CWC સભ્યોનું પૂર્ણ સત્ર આવતા વર્ષે સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં થવાની સંભાવના છે.


વેણુગોપાલે જણાવ્યું કે નવેમ્બરમાં કોંગ્રેસનું સભ્યપદ અભિયાન શરૂ થશે, જે 31 માર્ચ 2022 સુધી ચાલશે. કોંગ્રેસ દેશભરમાં જનજાગરણ અભિયાન ચલાવશે. કેન્દ્ર સરકારની નીતિઓ સામે અભિયાન ચલાવવામાં આવશે.


કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કરવા માટે કહેવામાં આવતા રાહુલ ગાંધીએ CWCની બેઠકમાં કહ્યું કે, તેના પર વિચાર કરીશ. તમને જણાવી દઈએ કે અશોક ગહેલોતે રાહુલ ગાંધીના નામની ભલામણ કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આના પર બધા સભ્યોએ એકમતે સંમતિ આપી હતી.