દમણમા સહેલગાહે આવેલા સુરતના 3 યુવાનો દરીયા ડુબી જતા લાપત્તા

September 18, 2022

દમણ- સંઘપ્રદેશ દમણમાં સહેલગાહે આવેલા સુરતના 5 મિત્રો પૈકી 3 દરીયામા નહાવા પડતા ડુબી જતા લાપત્તા બન્યા હોવાની વિગતો રવિવારે રાત્રે બહાર આવતા તંત્ર દોડતું થયું હતું અને લાપત્તા બનેલા યુવાનોની શોધખોળ હાથ ધરી હતી.


સુરત ખાતે રહેતા 5 મિત્રો રવિવારે દમણની સહેલગાહે આવ્યા હતા અને મોટી દમણમા લાઈટ હાઉસ પાસે દરીયા કિનારે ખાણીપીણી કર્યા બાદ 5 પૈકી ૠષભ જૈન (ઉ.વ.૨૦), રાહુલ કસબે (ઉ.વ.૨૩), વાસુ ખલપે (ઉ.વ.૨૪) દરીયામા નહાવા પડતા ડુબી ગયા હતા અને લાપત્તા બનતા કીનારે ઉભેલા બે મિત્રોઅે પોલીસને જાણ કરી હતી તેથી પોલીસ તથા ફાયર બ્રિગેડની ટીમ અને તરવૈયા યુવાનો ઘટના સ્થળે પહોંચી આ લાપત્તા બનેલા યુવાનોની શોધખોળ હાથ ધરી હતી.