30 કરોડ ભારતીયોને સૌથી પહેલા મળી જશે કોરોનાની વેક્સીન

October 17, 2020

તુમકુર  : 30 કરોડ ભારતીયો માટે કોરોના વાયરસ (Corona Virus Vaccine)ના ટીકાકરણ (Vaccination)અભિયાનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રાથમિકતાના આધારે વૈક્સીન 30 કરોડ લોકોને આપવામાં આવશે. આ માટેની એક યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે. આ યાદી પ્રમાણે સૌથી ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો ઉપરાંત ફ્રંટલાઈન વર્કર્સ જેવા કે, હેલ્થકેર પ્રોફેશનલ્સ (Healthcare Professionals), પોલીસ (Police), સૈનિટેશન કર્મચારી (Sanitation Employee) ઓનો સમાવેશ કરવામાં આવશે.

મોદી સરકાર 30 કરોડ લોકોને લગભગ 60 કરોડ ડોઝ આપશે. એક વાર આ વેક્સીનની મંજુરી મળતાની સાથે જ વેક્સીનેશન પ્રોગ્રામ હાથ ધરી દેવામાં આવશે. પ્રાથમિકતા આધારે યાદીમાં ચાર કેટેગરી છે. લગભગ 50 થી 70 લાખ હેલ્થકેર પ્રોફેશનલ્સ, બે કરોડથી વધારે ફ્રંટલાઈન વર્કર્સ, 50 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લગભગ 26 કરોડ લોકો. તેવી જ રીતે 50 વર્ષથી ઓછી ઉંમરના એવા લોકો જેમની કેટલીક બિમારીઓ છે.

વેક્સીનને લઈને બનેલા એક્સપર્ટ ગ્રુપે પ્લાનનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. કેન્દ્રીય એજંસીઓ અને રાજ્યો તરફથી પણ ઈનપુટ્સ આપી દેવામાં આવ્યા હતાં. નીતિ આયોગના સભ્ય ડૉ વીકે પોલની આગેવાની હેઠળના આ ગ્રુપે જે પ્લાન તૈયાર કર્યો છે, તે પ્રમાણે પહેલા તબક્કામાં દેશની 23% વસ્તીનો આવરી લેવામાં આવશે.

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અનેક કેટેગરીની ઓવરલૈપિંગ થશે. સરકારને આશા છે કે, પ્રાથમિકતા ધરાવતી વસ્તીના ટીકાકરણ માતે 60 કરોડ ડોજ્હની જરૂર પડશે. પ્લાનમાં વેક્સીનનો સ્ટોક, પોઝિશન, સ્ટોરેજની સુવિધામાં તાપમાન,, જિયોટૈગ હેલ્થ સેંટર્સને ટ્રેક કરવાની પણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે.