300000%ની તોફાની તેજી, કૂલર બનાવનારી કંપનીએ 1 લાખના બનાવી દીધા 30 કરોડ

May 28, 2023

દિલ્હીઃ કૂલર બનાવનારી કંપની સિમ્ફની લિમિટેડના શેરએ મલ્ટીબૈગર રિટર્ન આપ્યું છે. સિમ્ફનીના સ્ટોકે 300000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. કંપનીના શેર આ પીરિયડમાં 28 પૈસાથી વધી 800 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સિમ્ફનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 1218.95 રૂપિયા છે. તો કંપનીના શેરનું 52 સપ્તાહનું લો લેવલ 821 રૂપિયા છે. 


સિમ્ફની લિમિટેડના શેર 6 જૂન 2003ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં 28 રૂપિયાના સ્તર પર હતા. કંપનીના શેર 26 મે 2023ના બીએસઈમાં 847.25 રૂપિયા પર બંધ થયા છે. સિમ્ફનીના શેરએ આ પીરિયડમાં રોકાણકારોને 300000 ટકાનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 6 જૂન 2003ના સિમ્ફનીના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત અને આજ સુધી રોકાણ જારી રાખ્યું હોત તો વર્તમાન સમયમાં 30.25 કરોડ રૂપિયા થઈ ગયા હોત.


સિમ્ફની લિમિટેડના શેરે છેલ્લા 15 વર્ષમાં રોકાણકારોને 22197 ટકાનું રિટર્ન આપ્યું છે. સિમ્ફનીના શેર 11 જુલાઈ 2008ના 3.80 રૂપિયાના સ્તર પર હતા. મલ્ટીબૈગર કંપનીના શેર 26 મે 2023ના બીએસઈમાં 847.25 રૂપિયા પર બંધ થયા છે. જો કોઈ વ્યક્તિએ 11 જુલાઈ 2008ના સિમ્ફનીના શેરમાં 1 લાખ રૂપિયા રોકાણ કર્યું હોય તો આજે 2.23 કરોડ રૂપિયા બની ગયા હોત.