મોદી સરકારનાં 6 વર્ષનાં રાજમાં 32,868 બેંક ફ્રોડ, સામાન્ય લોકોનાં 2,70,513 કરોડ રૂપિયા ડુબ્યા: કોંગ્રેસ

May 31, 2020

નવી દિલ્હી : મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ અને શાસનના 6 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ પાર્ટીએ સરકાર પર ઘણા આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ શનિવારે કહ્યુ હતુ કે, મોદી સરકારના 6 વર્ષમાં 32 હજાર 868 બેન્ક ફ્રોડ થયા છે. 

કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે વીડિયો લિંકના માધ્યમથી સંવાદદાતાઓને કહ્યુ હતુ કે, મોદી સરકારના 6 વર્ષમાં 328,68 બેન્ક ફ્રોડ થયા છે. જેમાં સામાન્ય માણસનાં 2,70,513 કરોડ રૂપિયા હતા.


કોંગ્રેસના મહાસચિવે કહ્યુ કે, એક તરફ બેન્કની હાલત ખરાબ થઈ રહી છે તો બીજી તરફ મોદી સરકાર કૌભાંડકારોની લોને બટ્ટે ખાતામાં નાખી રહી છે.

તેમણે વધુમાં કહ્યુ હતુ કે, મોદી સરકારના 6 વર્ષમાં બેન્કોની દબાણયુક્ત મિલકત 16,50,000 કરોડ સુધી પહોંચી ગઈ છે અને એનપીએ 423 ટકા સુધી વધી ગયો છે. મોદી સરકારે 6 વર્ષમાં બેન્ક ફ્રોડ કરનારને 66,60,000 કરોડ રૂપિયા બટ્ટે ખાતમાં નાખ્યા છે.

વધુમાં તેમણે કહ્યુ છે કે, સૌથી આશ્વર્યજનક ખુલાસો 24 એપ્રિલ 2020 ના રોજ RTI હેઠળ મળેલ જવાબમાં થયો. કોવિડ-19 સંકટની વચ્ચે મોદી સરકારે મોહુલ ચોક્સી, નીરવ મોદી, જતિન મેહતા, વિજય માલ્યા જેવા ફ્રોડરોના 68,607 કરોડ રૂપિયા બટ્ટે ખાતામાં નાથી દીધા છે.

કેસી વેણુગોપાલે GDP માં ઘટાડાની વાત કરતા કહ્યુ કે, મોદી સરકારમાં GDP નો અર્થ થઈ ગયો છે ગ્રોસલી ડિક્લાઈનિંગ પરર્ફોર્મેન્સ. આઝાદી બાદ GDP ગ્રોથ સૌથી નીચલા સ્તર પર છે. 

વધારે પડતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સિઓને નાણાકિય વર્ષ 2020-21 માટે નેગેટિવ GDP ગ્રોથની સંભાવના કરી છે. તેમણે કહ્યુ કે, મોદી સરકારે દર વર્ષે 2 કરોડ લોકોને નોકરી આપવાનુ વચન આપ્યુ હતુ, 

પરંતુ બેરોજગારી દર 287 ટકા સુધી પહોંચી ગયો છે. વર્ષ 2017-18માં ભારતમાં બેરોજગારી દર 45 વર્ષમાં સૌથી વધારે થઈ ગયો છે. કોવિડ બાદ ભારતમાં બેરોજગારી દર વધીને 27.11 ટકા થઈ ગયો છે.