દુનિયામાં 34.50 કરોડ લોકો ભૂખમરા તરફ ઢસડાઈ રહ્યા છે

September 16, 2022

- 7 કરોડ લોકો તો યુક્રેન યુદ્ધને લીધે ભૂખમરો ભોગવે છે, ૮૨ દેશોમાં કોવિદ-૧૯ પહેલાં જ અન્ન અસલામતી વ્યાપી રહી : યુનો

યુનો : યુનોના અન્ન વિભાગના વડાએ ગુરૂવારે એવી ચેતવણી ઉચ્ચારી હતી કે વિશ્વ અભૂતપૂર્વ સ્તરની (અન્ન) કટોકટી અનુભવી રહ્યું છે. અત્યારે આશરે ૩૪ કરોડ ૫૦ લાખ લોકો ભૂખમરા તરફ ઢસડાઈ રહ્યા છે, અને ૭ કરોડ લોકો તો યુક્રેન યુદ્ધને લીધે ભૂખમરા તરફ ઢસડાયા છે.

યુએન વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ડેવીડ બીસ્લેએ યુનોની સલામતી સમિતિમાં જણાવ્યું હતું કે, દુનિયાના ૮૨ દેશોના કુલ મળી ૩૪ કરોડ ૫૦ લાખ લોકો, અસામાન્ય ખાદ્ય અસલામતી અનુભવી રહ્યા છે. તે દેશોમાં તો આ સંસ્થા કોવિદ-૧૯ કરતાંએ અઢી ગણી કાર્યવાહી કરી રહેલ છે. તેમ છતાંયે આ પરિસ્થિતિ ઉપસ્થિત થઇ છે.

આ પરિસ્થિતિ તો તે મહામારી ૨૦૨૦માં શરૂ થઇ તે પહેલાંથી જ અસ્તિત્વમાં આવી છે. સૌથી વધુ ખેદજનક વાત તો તે છે કે દુનિયાના૪૫ દેશોમાં ૫૦ કરોડ લોકો તો અસામાન્ય કુપોષણનો ભોગ બન્યા છે અને તેઓ દુષ્કાળ ઓવારે આવી પહોંચ્યા છે. એક સમયે જે ભૂખમરોનું મોજું હતું તે ભૂખનું સુનામી બળી રહ્યું છે. તેમ ડેવીડ બીસ્લેએ જણાવ્યું હતું. આ સાથે તેઓ વધી રહેલા સંઘર્ષ અને મહામારીની તરંગ અસરો ઋતુ પરિવર્તન વધી રહેલા બળતણના ભાવ અને યુક્રેન યુદ્ધ તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે ફેબુ્રઆરી ૨૪ના દિને રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યું ત્યારથી અન્ન ઊર્જા અને ખાતર કટોકટી ઉભી થતાં ૭ કરોડ લોકો તો ભૂખમરા તરફ ઢસડાયા હતા.