ગુજરાતમાં કોરોનાના નવા 35 કેસ, 12 દર્દી સાજા થયા

May 13, 2022

ગાંધીનગર : કોરોનાના આંકડા ગુજરાતમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરાયેલી ભીતિ કે જુન-જુલાઇમાં કોરોનાની વધારે એક લહેર આવી શકે છે સાચી ઠરશે કે શું તેવા સવાલો થઇ રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 35 કેસ નોંધાયા છે. બીજી તરફ 12 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,13,502 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કો રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં રસીના આજે કુલ 33,994 ડોઝ અપાયા હતા. 

રાજ્યમાં હાલ કુલ 211 કેસ એક્ટિવ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. 209 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 12,13,502 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10,944 નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 23, વડોદરા કોર્પોરેશન 7, ખેડામાં 2, ગાંધીનગર, સુરત કોર્પોરેશન અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા હતા.