બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા

March 05, 2021

મુંબઈ : મુંબઈ અને પણેના 28 લોકેશન પર 2 દિવસના દરોડામાં ઈનકમ ટેસ્કને 370 કરોડની ટેક્સ ચોરીની જાણ થઈ છે. આ દરોડા પ્રોડ્યુસર-ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, અભિનેત્રી તાપસી પન્નુ, ફેન્ટમ પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા લોકો, ટેલેન્ટ હંટ કંપનીઓ ક્વાન અને એક્સીડના સ્થળો પર દરોડા પડ્યા હતા.

1. દરોડા વિશે CBDT એ ગુરુવારે જાણકારી આપી. તેમના જણાવ્યા મુજબ લીડિંગ પ્રોડક્શન હાઉસે પોતાની વાસ્તવિક બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક ઓછી બતાવી. આ ગોટાળો 300 કરોડનો છે. તેનો હિસાબ પ્રોડક્શન હાઉસ આપી શક્યું નથી.
2. પ્રોડક્શન હાઉસે શેર ટ્રાંજેક્શનમાં શેરની કિંમત ઓછી બતાવી અને વ્યવહારમાં ગણ ગોટાળો કર્યો. આ સમગ્ર મામલો 350 કરોડની ટેક્સ ચોરીનો છે.
3. તાપસી પન્નુના ઠેકાણા પર જે દરોડા પડ્યા તેમાં પાંચ કરોડના વ્યવહારના સબૂત મળ્યા નથી.
4. અનુરાગના ઠેકાણા પર દરોડા દરમિયાન ખર્ચના બનાવટી સબૂત મળ્યા છે. તેમાં 20 કરોડની ટેક્સ ચોરી સામે આવી છે.

એક્ટ્રેસ તાપસી પન્નુ, પ્રોડ્યૂસર અનુરાગ કશ્યપ, વિકાસ બહલ, વિક્રમાદિત્ય મોટવાને તથા મધુ મન્ટેનાના ઠેકણાં પર ઈન્કમ ટેક્સ (IT) ડિપાર્ટમેન્ટની રેડ આજે એટલે કે 4 માર્ચના રોજ પણ ચાલુ છે. આ ઉપરાંત ફેન્ટમ ફિલ્મ્સ, રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ, Kwan ટેલેન્ટ હંટ કંપની તથા એક્સીડ કંપનીના ઠેકાણાં પર દરોડા પડ્યા છે. સૂત્રોના મતે, દરોડા આગામી ત્રણ દિવસ સુધી ચાલી શકે છે.

પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે, આવકવેરા વિભાગની ટીમે અનુરાગ કશ્યપ તથા તાપસી પન્નુની મોડી રાત સુધી પૂછપરછ કરી હતી. આ ઉપરાંત તેમના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત કર્યા છે. ડિવાઈસને ફોરેન્સિક લેબ મોકલવામાં આવ્યા છે. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બીજા દિવસે પણ બંનેની પુનામાં પૂછપરછ ચાલુ છે. માનવામાં આવે છે કે બંનેને પુનાની કોઈ હોટલના રૂમમાં રાખવામાં આવ્યા છે. જોકે, હજી સુધી આની પુષ્ટિ થઈ શકી નથી.

પ્રોડ્યૂસર મધુ મન્ટેનાની મુંબઈ સ્થિત ક્વીનબીચ બિલ્ડિંગમાં પણ આવકવેરાના છ અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત અંધેરી વેસ્ટના સેન્ટર પર પણ 8 અધિકારીઓએ છાપો માર્યો છે. ચાર અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે.

આ પહેલાં આવકવેરા વિભાગે 30 જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મુંબઈના લોખંડવાલા, અંધેરી, બાંદ્રા તથા પુનામાં સવારે 8થી 9 વાગ્યા દરમિયાન રેડ શરૂ થઈ હતી. અંદાજે 30 જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં અનુરાગ-તાપસીનું મુંબઈ સ્થિત ઘર પણ સામેલ છે. આ લોકેશન પર મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.