ખેડા જિલ્લામાં શંકાસ્પદ કોરોનાના 39 સેમ્પલ લેવાયા : 38 દર્દીના રિપોર્ટ નેગેટિવ

April 01, 2020

ક્વૉરન્ટાઇનનો ભંગ કરનારા 21 વ્યક્તિઓને નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયા


નડિયાદ- ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસ અંગે વિવિધ પ્રકારના તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી અંદાજે ં ૩૯  વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવ્યા છે.જેમાં ૩૮  દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જ્યારે ૧ દર્દીના રીપોર્ટ હજુ આવવાના બાકી હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

વિશ્વવ્યાપી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અગમચેતી પગલા ભરવામાં આવી રહ્યા છે.જિલ્લામાં હોમકોરન્ટાઇનની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.હાલની સ્થિતી  ૧૦૬  પર પહોચી છે. જ્યારે ૭૨૬  વ્યક્તિઓના હોમ કોરોન્ટાઇનની ૧૪ દિવસની  મુદત પૂર્ણ થઇ છે. કોરોન્ટાઇનનો ભંગ કરનાર ૨૧ વ્યક્તિઓને નડિયાદના સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે આવેલ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.ખેડા જિલ્લામાં હજુ સુધી કોઇ કોરોના વાયરસનો પોઝીટીવ કેસ ન નોંધાયો હોવાનુ જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ.

ઉપરાંત હોમકોરન્ટાઇનનો કેસમાં સતત વઘારો નોધાયો છે અને આરોગ્ય વિભાગ દ્વારા ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા વ્યક્તિઓની સ્થિતીમાં સુધારો હોવાનુ જણાવ્યુ હતુ.ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ-૩૯ દર્દીઓના સેમ્પલ  અમદાવાદ ખાતે આવેલ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા.જેમાંથી ૩૮  વ્યક્તિઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે અને ૧ વ્યક્તિઓના રીપોર્ટ આવવાના બાકી હોવાનુ ફરજ પરના અધિકારીએ જણાવ્યુ હતુ.