તમિલનાડુમાં 3 દલિતોની હત્યા મામલે 4 વર્ષ બાદ 27 દોષિતોને આજીવન કેદની સજા

August 06, 2022

શિવગંગા : તમિલનાડુના શિવગંગાની એક વિશેષ અદાલતે શુક્રવારે કચનાથમ ટ્રિપલ નર્ડર કેસમાં 27 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી છે. શિવગંગા જિલ્લાના કચનાથમ ગામમાં 28 મે 2018ના રોજ એક પ્રભાવશાળી સમુદાયના હથિયાર બંધ ગિરોહે 3 દલિતોની હત્યા કરી લાખી હતી. આ કેસમાં 4 વર્ષ બાદ અદાલતનો નિર્ણય આવ્યો છે. 

શિવગંગા જિલ્લાના તિરુપ્પચેટ્ટીની નજીક 28 મે 2018ની રાત્રે કચનાથમ ગામના અનુસૂચિત જાતિ સમુદાયના 3 લોકો - અરુમુગમ, એ. ષણમુગનાથન અને વી. ચંદ્રશેખરની નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. મંદિરમાં આયોજિત એક સમારોહમાં સમ્માન આપવાને લઈને થયેલા વિવાદ બાદ આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો.