Breaking News :
ન્યું ઝીલેન્ડ ફરી 7.1ની તિવ્રતાનાં શક્તિશાળી ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું, ત્સુનામીની પણ ચેતવણી ઇમરાન ખાનની સરકાર રહેશે કે જશે! વિશ્વાસ મત મેળવવા માટે શનિવારે બોલાવ્યું પાર્લામેન્ટનું સત્ર બોલિવૂડમાં 370 કરોડની ટેક્સ ચોરી:બોક્સ ઓફિસ કલેક્શનની સરખામણીમાં આવક છૂપાવી, ખોટા ખર્ચ બતાવી ટેક્સ બચાવ્યો; તાપસી સામે 5 કરોડના રોકડ વ્યવહારના સબૂત મળ્યા પોલીસે મોડી રાતે ભાવિન સોનીનું નિવેદન લીધું, કહ્યું - 9 જેટલા જ્યોતિષીઓએ વિધિ કરવાના નામે 32 લાખ પડાવ્યા, તેથી આપઘાત કર્યો સોલા વિસ્તારમાં મરઘાંના સેમ્પલ પોઝિટિવ આવ્યાં, કલેક્ટરે જાહેરનામું બહાર પાડી 10 કિલોમીટર વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું દેશના રહેવાલાયક શહેરોમાં અમદાવાદ ત્રીજા સ્થાને, સુરત અને વડોદરા પણ ટોપ ટેનમાં સામેલ

પેટ્રોલ-ડિઝલની એક્સાઈઝ આવકમાં ૪૮ ટકાનો વધારો

January 19, 2021

નવી દિલ્હી: કોરોનાના વર્ષમાં આર્થિક મંદીના કારણે અન્ય તમામ વેરા આવકોમાં ઘટાડો થયો છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલ પર વસૂલાતી જંગી એક્સાઇઝને કારણે સરકારની એક્સાઇઝની આવકમાં ૪૮ ટકાનો જંગી વધારો થયો છે. એપ્રિલથી નવેમ્બર- ૨૦૨૦ના સમયગાળામાં સરકારને એક્સાઇઝ ડયૂટી પેટે ૧,૯૬,૩૪૨ કરોડની આવક થઇ હતી. ગયાં વર્ષના આ જ સમયગાળામાં આ આવક ૧,૩૨,૮૯૯ કરોડ હતી એમ કન્ટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટસના ડેટામાંથી જાણવા મળ્યું છે. વાસ્તવમાં કોરોના વર્ષમાં ડીઝલનું વેચાણ એક કરોડ ટન ઘટયું હતું તેમ છતાં તેના પર જંગી એક્સાઇઝને લીધે સરકારને ફાયદો થયો છે.  એપ્રિલથી નવેમ્બર ૨૦૨૦ના સમયગાળામાં ડીઝલનો વપરાશ ૪.૪૯ કરોડ ટન હતો. જે ૨૦૧૯માં આ જ સમયગાળા્માં ૫.૫૪ કરોડ  ટન હતો. એ જ રીતે આ સમયગાળમાં પેટ્રોલનો ઉપાડ ૧.૭૪ કરોડ ટન રહ્યો હતો જયારે ૨૦૧૯માં તે ૨.૦૪ કરોડ ટન હતો. સરકારે પેટ્રોલ અને ડીઝલને હજુ જીએસટીમાં સમાવ્યાં નથી. તેના પરની એક્સાઇઝ ડયૂટી કેન્દ્ર સરકારને મળે છે અને વેટ રાજ્યોને મળે છે.  વિશ્વભરમાં મંદીને કારણે ક્રૂડમાં કડાકો બોલી ગયો હતો તે છતાં પણ સરકારે ઘરઆંગણે પેટ્રોલ ડીઝલના ભાવો ઘટાડવાને બદલે તેના પર એક્સાઇઝ ડયૂટીમાં વધારો કર્યો હતો.