પાકિસ્તાનમાંથી ઘુસણખોરી કરી રહેલા 5 આતંકી LoC પર ઠાર, 5 જવાન પણ શહીદ

April 06, 2020

નવી દિલ્હી  : કોરોના વાયરસ (Coronavirus)ની ઝપેટમાં આ જ સમયે સમગ્ર દુનિયા આવી ગઇ છે. ખુદ પાકિસ્તાન પણ તેનો ભોગ બન્યું છે, તેમ છતાં પણ તે તેની નાપાક પ્રવૃતિઓ છોટતું નથી,સોમવારે જમ્મુ-કાશ્મિરમાં નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાન દ્વારા આતંકીઓ ભારતમાં ઘુસણખોરી કરવાનાં પ્રયાસો કરી રહ્યું છે. 

તેને ભારતીય સેના (Indian Army)એ નિષ્ફળ બનાવ્યા છે, ભારતીય સેનાએ ઓપરેશન હાથ ધરીને 5 આતંકીઓને અંકુશ રેખા (LoC) પર ઠાર માર્યા છે. જો કે આ દરમિયાનમાં ભારતીય સેનાનાં પણ 5 જવાનો શહીદ થયા છે, આ માહિતી ભારતીય સેનાનાં પ્રવક્તા કર્નલ અમન આનંદે આપી.

કર્નલ આનંદનાં જણાવ્યા પ્રમાણે ભારતીય સેનાનાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન સમર્થિત આતંકીઓની ઘુષણખોરીની ગુપ્ત માહિતી મળી હતી, ત્યાર બાદ ભારતીય સેનાની વિરૂધ્ધ અભિયાન ચલાવવામાં આવ્યા અને બરફવર્ષા થયેલી આ જંગમાં તમામ 5 આતંકીઓને ઠાર માર્યા.