દશેરામાં 5 હજાર બાઈક, 800 કાર, 200 કરોડથી વધુના વાહનોનું થયું વેચાણ

October 16, 2021

વર્ષ દરમિયાન જેટલા વાહનોનું વેચાણ થાય છે તેમાંથી 30 ટકા વાહનો માત્ર નવરાત્રીના 10 દિવસમાં વેચાતા હોય છે. નવરાત્રીના 10 દિવસમાં 10 હજારથી વધારે બાઈક અને 4500થી વધારે કારનું વેચાણ થયું હતું. જ્યારે દશેરાના દિવસે 5 હજાર બાઈક અને 800 કારનું વેચાણ થયું હતું. કારમાં 30 ટકા કાર એસયુવી સેગમેન્ટની વેચાઈ હતી. દશેરામાં સુરત શહેરમાં 200 કરોડથી વધારેના વાહનો વેચાયા હતાં. 

70થી વધારે લક્ઝરિયાસ કારનું વેચાણ 
દશેરાના 10 દિવસમાં સુરતમાં 4500થી વધારે કારનું વેચાણ થયું હતું. જેમાં દશેરાના દિવસે 800 જેટલી કારનું વેચાણ થયું હતું. જ્યારે 70 જેટલી લક્ઝરિયસ કારનું વેચાણ થયું હતું. નવરાત્રીના 10 દિવસમાં 30થી વધારે મર્સિડિઝની કારનું વેચાણ થયું હતુે.  

એસયુવી કારના વેચાણમાં વધારો થયો 
શહેરમાં અલગ અલગ સેગમેન્ટની કારમાંથી એસયુવી કારની ડિમાન્ડમાં વધારો થયો છે. છેલ્લાં ત્રણ વર્ષની સરખામણીમાં વધારો થયો છે. આ વર્ષે દશેરામાં જેટલી કાર વેચાઈ તેમાંથી 30 ટકાથી વધારે એસયુવી સેગમેન્ટની કાર વેચાઈ હતી. કંપનીઓનીઓની કારના અમુક મોડલોમાં 9 મહિનાથી વધારે વેઈટિંગ ચાલી રહ્યું છે. 

એક બાઈક શોરૂમ્સના મેનેજરે કહ્યું કે, ‘શહેરમાં દશેરાના દિવસે વેચાણ ખાસ્સું એવું વધ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન જેટલી બાઈકનું વેચાણ થાય છે તેના 30 ટકા વેચાણ માત્ર નવરાત્રીના 10 દિવસ દરમિયાન થતું હોય છે. આ વર્ષે દશેરામાં 5 હજાર બાઈકનું વેચાણ થયું છે.