હરિયાણાનાં કરનાલની સૈનિક સ્કુલમાં 54 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, શૈક્ષણિક પ્રવૃતિઓ બંધ

March 02, 2021

નવી દિલ્હી- હરિયાણાનાં કરનાલમાં આવેલી એક સ્કુલમાં 54 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા શૈક્ષણિક પ્રવૃતિઓ બંધ કરવી પડી છે, સૈનિક સ્કુલ કુંજપુરાનાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત જણાયા હતા. ત્યાર બાદ આરોગ્ય વિભાગે સ્કુલનાં 390 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનાં સેમ્પલ લીધા, ત્યારે જણાયું કે 54 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત છે.
સૈનિક સ્કુલોનું સંચાલન સંરક્ષણ મંત્રાલય અંતર્ગત સૈનિક સ્કુલ સોસાયચી દ્વારા કરવામાં આવે છે, અને વિદ્યાર્થીઓ છાત્રાલયમાં જ રહે છે. અત્રે ઉલ્લેખનિય છે કે હરિયાણાનાં શિક્ષણ વિભાગે ગયા વર્ષે ડિસેમ્બરમાં 9માંથી 12માં ધોરણ અને 24 ફેબ્રુઆરીથી 3જા થી 5માં ધોરણ માટે સ્કુલો ફરીથી ખોલી હતી.