ગુજરાત માધ્યમિક, ઉ.મા.શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે 55 ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

September 03, 2024

સોમવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે સોમવારના રોજ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 9 બેઠક પર 55 ઉમેદવારે 73 ફોર્મ ભર્યાં હતાં, જેમાં સૌથી વધુ સંચાલક મંડળની બેઠક માટે 14 ઉમેદવારો દ્વારા 19 ફોર્મ ભરાયાં હોવાનું જાણવા મળે છે. સંચાલક મંડળ દ્વારા છેલ્લી ઘડી સુધી પોતાના સત્તાવાર ઉમેદવાર જાહેર નહોતા કર્યા.

મળતી વિગતો મુજબ, જે.પી. પટેલ, જે.વી. પટેલ, એ.કે. ભરવાડ અને દિલીપ ચૌધરીએ સંચાલક મંડળ તરફ્થી ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ફોર્મ માન્ય રહ્યા બાદ ચાર પૈકી માન્ય ઉમેદવાર સિવાયના બાકીના 3 ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચશે. આ ઉપરાંત સંચાલક મંડળની બેઠક પરથી મંડળના સભ્ય હોય તેવા બે ઉમેદવાર ડો. પ્રિયવદન કોરાટ અને ધારિણીબેન શુક્લએ પણ સીધા જ ફોર્મ ભર્યા છે.