રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 565 કેસ, ત્રણ મોત

August 13, 2022

ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 565 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 891 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીનું મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.80 ટકા થઈ ગયો છે.


રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4205 એક્ટિવ કેસ છે. જેમાંથી 18 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4187 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,49,659 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,990 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 191 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ કોર્પોરેશનમાં 58 કેસ અને એકનું મોત થયું છે. વડોદરા કોર્પોરેશન 40, સુરત કોર્પોરેશન 29, ગાંધીનગર 27, કચ્છ 25, વલસાડ 22, સુરત 18, રાજકોટ 15, પાટણ 14, વડોદરા 14, મહેસાણા 13, નવસારી 12, બનાસકાંઠા 11 એમ કુલ 565 કેસ નોંધાયા છે.