બે સપ્તાહમાં ખેલાડીઓના ૪ કોવિડ ટેસ્ટ કરવામાં આવશે

July 31, 2020

નવી દિલ્હી- ભારતીય ક્રિકેટ બૉર્ડ (મ્ઝ્રઝ્રૈં) ૈંઁન્-૨૦૨૦ની પોતાની યોજનાઓને અંતિમ રૂપ આપવા માટે તૈયાર છે. રવિવારે ગવર્િંનગ કાઉંસિલની મીટિંગમાં બૉર્ડ ટેલીકૉન્ફરન્સના માધ્યમે ફ્રેંચાઇઝી માલિકો, પ્રયોજકો અને પ્રસારકો સાથે ચર્ચા કરશે. આ વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી (૧૯ સપ્ટેમ્બરથી ૮ નવેમ્બર) યૂએઇમાં પ્રસ્તાવિત આઇપીએલ ટૂર્નામેન્ટ માટે બીસીસીઆઇ બધી ફ્રેન્ચાઇઝીના માલિકોને માનક સંચાલન પ્રક્રિયા (એસઓપી) મોકલશે, જેમાં કેટલા પ્રમુખ માનદંડ આ પ્રકારે હોય છે.

ઓછામાં ઓછું શરૂઆતમાં સ્ટેડિયમની અંદર કોઇપણ દર્શક કે ચાહક નહીં હોય. કૉમેન્ટેટર્સની વાત કરીએ, તો સ્ટૂડિયોમાં તે એક-બીજાથી છ ફુટ દૂર બેસશે. ડગઆઉટમાં વધારે લોકોની અવરજવર પણ નહીં હોય. ડ્રેસિંગ રૂમમાં ૧૫થી વધારે ખેલાડી નહીં હોય. મેચ પછી એવૉર્ડ પ્રેઝેન્ટેશનમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવશે. સાથે જ બધાં ખેલાડીઓના બે અઠવાડિયામાં ચાર કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.


અહીં, આઇપીએલ-૧૩ને યૂએઇમાં સ્થળાંતરિત કરવા માટે સરકારની પરવાનગીની રાહ જોવાઇ રહી છે, જો કે અમીરાત ક્રિકેટ બૉર્ડે બીસીસીઆઇ પાસેથી અરજી મેળવ્યા પછી આ ટૂર્નામેન્ટની ઉજવણી માટે પહેલાથી જ પોતાનો મત વ્યક્ત કરી દીધો છે. બીસીસીઆઇ અધિકારીએ 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ને કહ્યું કે ફક્ત ખેલાડી જ નહીં, તેમની પત્ની-ગર્લફ્રેન્ડ્સ તેમજ ફ્રેન્ચાઇઝી માલિકોને પણ જાહેર કરવામાં આવનારા માનદંડનું પાલન કરવાનું રહેશે. જૈવિક રૂપે સુરક્ષિત માહોલમાં આ ટૂર્નામેન્ટ થશે. અધિકારીએ જણાવ્યું કે આની સાથે જોડાયેલા માપદંડનું કડકાઈથી પાલન કરવામાં આવશે.