ગુજરાતમાં કોરોનાના નવા 665 કેસ, 536 રિકવર, એક પણ મોત નહી

July 06, 2022

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા 665 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 536 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,20,682 નાગરિકો હરાવી પણ ચુક્યાં છે. જો કે સતત વધી રહેલા કેસના કારણે રિકવરી રેટ ઘટીને 98.81 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 55,091 નાગરિકોને રસીના કુલ ડોઝ આપવામાં આવ્યા છે. 
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 3724 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટીલેટર પર છે જ્યારે 3721 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 12,20,682 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10948 નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. જો કે એક પ્રકારે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.