6.98 લાખ કેસઃમહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 10થી 18 જુલાઈ સુધી ફરી લોકડાઉન

July 06, 2020

નવી દિલ્હી. દેશમાં સંક્રમિતોની સંખ્યા 6 લાખ 98 હજાર 134 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 23,932 દર્દી વધ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અહીંયા ઔરંગાબાદમાં દર્દીઓની સંખ્યા દરરોજ ઝડપથી વધી રહી છે. આ જ કારણે અહીંયા 10 થી 18 જુલાઈ સુધી ફરી લોકડાઉન લાગુ કરાયું છે. સાથે જ ICMRએ સોમવારે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી 1 કરોડ 4 હજાર 101 સેમ્પલ્સની તપાસ કરાઈ છે.5 જુલાઈએ લગભગ 1 લાખ 80 હજાર 596 ટેસ્ટ કરાયા છે. છેલ્લા 14 દિવસમાં સરેરાશ 2.15 લાખ ટેસ્ટ કરાયા છે, જ્યારે છેલ્લા પાંચ દિવસમાં 10 લાખ સેમ્પલ્સની તપાસ કરાઈ છે.

દેશમાં હવે દરરોજ આવી રહેલા કેસની સંખ્યા 23 દિવસમાં બમણી થઈ રહી છે. જો ગતિ આવી જ રહેશે તો મહિનાના અંત સુધી 50 હજાર અને આગામી મહિનાના ત્રીજા સપ્તાહમાં 1 લાખ દર્દી પ્રતિદિવસ વધશે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 15826 દર્દી સાજા થયા છે, જ્યારે 420 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 6555 કેસ આવ્યા છે.
અત્યાર સુધી દુનિયામાં એક દિવસમાં સૌથી વધુ 57232 કેસ અમેરિકામાં 2 જુલાઈએ આવ્યા હતા. ત્યારપછી બ્રાઝીલનો નંબર આવે છે. અહીંયા 19મેના રોજ સૌથી વધુ 55 કેસ સામે આવ્યા હતા.