કેનેડામાં 700 ભારતીય સ્ટુડન્ટને ડિપોર્ટના લેટર અપાયા

March 15, 2023

એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન્સના ઓફર લેટર્સ બનાવટી મળ્યા પછી 700 ભારતીય વિદ્યાર્થીઓને કેનેડિયન બોર્ડર સિક્યુરિટી એજન્સી (CBSA) તરફથી ડિપોર્ટના લેટર મળ્યા છે. 700 વિદ્યાર્થીઓ કે જેમણે બ્રિજેશ મિશ્રાના નેતૃત્વમાં જલંધરમાં સ્થિત એજ્યુકેશન માઈગ્રેશન સર્વિસ દ્વારા અભ્યાસ વિઝા માટે અરજી કરી હતી તેમને દેશનિકાલનો પત્ર મળ્યો હતો. મિશ્રા ઉપર વિદ્યાર્થીઓ પાસેથી હમ્બર કોલેજમાં પ્રવેશ ફી સહિત તમામ ખર્ચ અને એર ટિકિટ અને સિક્યોરિટી ડિપોઝિટ સિવાયના તમામ ખર્ચ માટે 16-20 લાખ રૂપિયા વસૂલવાનો આરોપ છે.

એક વિદ્યાર્થીએ દાવો કર્યો છે કે તેઓ જ્યારે કેનેડા પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે બધી જ સીટ ફૂલ થઈ ગઈ છે અને વિદ્યાર્થીઓએ આગામી સેમેસ્ટર સુધી એટલે કે 6 મહિના સુધી રાહ જોવી પડશે. કથિત રીતે વિદ્યાર્થીઓએ તેમની ફી પાછી મેળવી, આગલા સેમેસ્ટર માટે દાખલો લીધો, તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું, કામનો અનુભવ મેળવ્યો અને કાયમી નિવાસ માટે અરજી કરી.

CBSA દ્વારા દસ્તાવેજોની ચકાસણી પર જાણવા મળ્યું કે જે ઓફર લેટર પર વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા તે નકલી હતા. આથી તમામ વિદ્યાર્થીઓને દેશનિકાલની નોટિસ આપવામાં આવી હતી. CBSAએ કેનેડિયન વિઝા અને એરપોર્ટ ઓથોરિટી કે જેમણે વિઝા આપ્યા હતા અને તમામ દસ્તાવેજોની ઓથેન્ટીસીટી ચકાસીને તેમને પ્રવેશની મંજૂરી આપી હતી તેનો પણ સ્વીકાર કરવાની ના પાડી હતી.

વિદ્યાર્થીઓ એકમાત્ર વિકલ્પ દેશનિકાલની નોટિસને કોર્ટમાં પડકારવાનો છે, જ્યાં કાર્યવાહી 3 થી 4 વર્ષ સુધી ચાલી શકે એમ છે. જોકે, કેનેડિયન વકીલોને હાયર કરવા ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ શકે છે. જ્યારે છેતરપિંડી કરાયેલા વિદ્યાર્થીઓના વાલીઓએ જલંધરમાં એજન્ટનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની ઓફિસને સતત તાળું મારેલું જોવા મળ્યું હતું.