ફરિદાબાદમાં ગાયનાં પેટમાંથી 71 કિલો પ્લાસ્ટિક કચરો નિકળ્યો, પ્રેગનન્ટ ગાય અને વાંછરડાનું થયું મોત

March 05, 2021

ફરિદાબાદ : જાહેરમાં ફેકવામાં આવતો પ્લાસ્ટીકનો કચરો પશુઓ માટે કેટલો ખતરનાક સાબિત થઇ શકે છે, તેનું એક દ્રષ્ટાંત હરિયાણાનાં ફરિદાબાદમાં જોવા મળ્યું, અહીં એનિમલ ડોક્ટરોએ એક પ્રેગનન્ટ ગાયનાં પેટમાંથી 71 કિલો પ્લાસ્ટિક વેસ્ટ બહાર કાઢ્યો છે, ગાયનાં પેટમાં નખ અને અન્ય અન્ય ચીજો પણ મળી છે, પ્રેગનન્ટ ગાય અને તેના વાંછરડાનું મોત થયું છે. 

પિપલ ફોર એનિમલ્સ ટ્રસ્ટ ફરિદાબાદ દ્વારા ફેબ્રુઆરીની આખરમાં એક માર્ગ દુર્ઘટના બાદ આ ગાયને બચાવી હતી, ડોક્ટરોની ટીમને જણાયું કે પ્રેગનન્ટ ગાયને શરીરમાં અન્ય ઘણી તકલીફો છે, 21 ફેબ્રુઆરીએ 4 લાંબા ઓપરેશનોમાં ડોક્ટરોએ તેના પેટમાંથી નખ, પ્લાસ્ટીક, માર્બલ સહિતનો અન્ય કચરો બહાર કાઢ્યો, આ માહિતી  ટ્રસ્ટનાં પ્રમુખે આપી છે.

ડોક્ટરોએ જણાવ્યું  કે ગાયનાં પેટમાં તેના વાંછરડાને વધવા માટે પુરતી જગ્યા મળી નહીં, જેના કારણે તેનું મોત થઇ ગયું, ત્રણ દિવસ બાદ તે ગાય પણ મરી ગઇ, ટ્રસ્ટનાં પ્રમુખે જણાવ્યું કે 13 વર્ષનાં મારા અનુભવમાં મે ક્યારેય પણ કોઇ ગાયનાં પેટમાંથી કચરાનો આટલો મોટો જથ્થો જોયો નથી, અમે કચરાને પેટમાંથી બહાર કાઢવા માટે પણ સંપુર્ણ તાકાત લગાવી દીધી.