જાન્યુઆરીમાં કોરોનામાં ૭૫ ટકા કેસ ઓમિક્રોન વેરિયન્ટના જણાયા
January 29, 2022

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાભરના દેશોમાં આવેલી કોરોનાની નવી લહેરનું કારણ ઓમિક્રોન વેરિયન્ટ માનવામાં આવી રહ્યો છે. કોરોનાની ગતિ મંદ પડયા બાદ ઓમિક્રોન વેરિયન્ટના કેસ ઝડપથી ફેલાઈ રહ્યા હોવાનું માલુમ પડયું હતું. ભારતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધતા આખરે તે ત્રીજી લહેરનું કારણ બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી મહિનામાં નોંધાયેલા કેસમાં થયેલા એક સંશોધનમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. નેશનલ સેન્ટર ઓફ ડીસીઝ કંટ્રોલ (એનસીડીસી)ના ડિરેક્ટર સંજીત સિંઘે જણાવ્યું કે, સાર્સ કોવવી૨ ના જાન્યુઆરીમાં પોઝિટિવ આવેલા કેસના જીનોમ સિક્વન્સિંગમાં માલુમ પડયું કે તેમાંથી ૭૫% ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હતા. તેમણે કહ્યું કે આ સિવાય ડેલ્ટા વેરિયન્ટના સંક્રમણ પણ જોવા મળ્યા છે, જે ખાસ કરીને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. સંજીત સિંઘે જણાવ્યું કે, એ સાચું નથી કે માત્ર ઓમિક્રોન વેરિયન્ટ જ મળી રહ્યા છે, ભારતમાં હજુ ડેલ્ટા વેરિયન્ટ પણ છે. ડેલ્ટા વેરિયન્ટના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓની સંખ્યા વધે છે. હોસ્પિટલમાં આવતા તમામ કેસ ઓમિક્રોનના હોવાનું ના માનવું જોઈએ. જાન્યુઆરી મહિનામાં જીનોમ સિક્વન્સ કરાયેલા ૯,૬૭૨ કેસ ઓમિક્રોન સંક્રમિત હતા, જ્યારે ડિસેમ્બર મહિનામાં ૧,૨૯૨ કેસ આવ્યા હતા. બીજી તરફ ડેલ્ટાનું પણ પ્રમાણ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેના ડિસેમ્બરમાં ૧૭,૨૭૨ કેસ મળ્યા હતા જ્યારે જાન્યુઆરીમાં આંકડો ઘણો ઘટીને ૪,૭૮૯ થઈ ગયો છે. કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો થયો છે આમ છતાં મૃત્યુઆંક વધી રહ્યો છે, ઓમિક્રોન વેરિયન્ટની વચ્ચે ડેલ્ટા વેરિયન્ટ પણ હોવાનું તપાસમાં માલુમ પડયું છે. આવામાં ઓમિક્રોન ભલે હળવો હોય પરંતુ તે ઘરના અન્ય ગંભીર બીમાર, વૃદ્ધ કે બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે માટે એક્સપર્ટ દ્વારા નવા વેરિયન્ટને હળવાશની ના લેવાની સલાહ અનેકવાર આપવામાં આવી છે. ધીમે-ધીમે રાજ્યો દ્વારા નવા કેસમાં ઘટાડો નોંધાતા છૂટછાટો વધારવામાં આવી રહી છે. જોકે, ત્રીજી લહેર પહેલી અને બીજી લહેર જેટલી ગંભીર સાબિત થઈ શકે છે.
Related Articles
બાળા સાહેબની પ્રતિષ્ઠા ધુળધાણી થઈ રહી છે, રાજ ઠાકરેના ઉધ્ધવ ઠાકરે પર પ્રહારો
બાળા સાહેબની પ્રતિષ્ઠા ધુળધાણી થઈ રહી છે...
May 22, 2022
બંગાળમાં ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહ પાર્ટીથી નારાજ હોવાથી ટીએમસીમાં જોડાયા
બંગાળમાં ભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહ પા...
May 22, 2022
IAS કે. રાજેશની લાંચ લેવાની મોડેસ ઓપરેન્ડી જાણી CBI પણ ચોંકી ગયું
IAS કે. રાજેશની લાંચ લેવાની મોડેસ ઓપરેન્...
May 22, 2022
દેશમાં ફરી કોરોનાના 2 હજારથી વધારે કેસ, 65 લોકોનાં મોત
દેશમાં ફરી કોરોનાના 2 હજારથી વધારે કેસ,...
May 22, 2022
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતાં ઈમરાનખાને વખાણ કર્યા
ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થતાં...
May 22, 2022
દિલ્હીમાં માતા અને બે પુત્રીઓએ ઘરને બનાવી દીધું ગેસ ચેમ્બર
દિલ્હીમાં માતા અને બે પુત્રીઓએ ઘરને બનાવ...
May 22, 2022
Trending NEWS

NSE કેસમાં CBI દ્વારા ગુજરાત સહિત 10 સ્થળોએ દરોડા
22 May, 2022

3 રાજ્યમાં પૂર અને વરસાદ:બિહાર સહિત 3 રાજ્યમાં 57...
21 May, 2022

કાનમાં ભારતીય પેવેલિયનના ઉદ્ધાટનમાં હિના ખાનને નો...
21 May, 2022