રાજ્યમાં કોરોનાના નવા 768 કેસ, ત્રણ દર્દીના મોત

August 07, 2022

ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 768 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 899 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે ત્રણ દર્દીઓના મોત થયા છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.66 ટકા થઈ ગયો છે.


રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5895 એક્ટિવ કેસ છે. જેમાંથી 21 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5874 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,44,388 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,978 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 230 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 68, ગાંધીનગર 58, મહેસાણા 55, વડોદરા 45, સુરત કોર્પોરેશન 40, રાજકોટ કોર્પોરેશન 34, અમરેલી 28, સુરત 28, રાજકોટ 26, ગાંધીનગર કોર્પોરેશન 25, બનાસકાંઠા 21, ભરૂચ 18, કચ્છ 14, સાબરકાંઠા 14 એમ કુલ 768 કેસ નોંધાયા છે.