5 રાજ્યોની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓનું ગણિત બગાડશે 8 કરોડ વેપારી, આપી આ ધમકી

March 01, 2021

કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એ હવે 26 ફેબ્રુઆરીના ભારતના વેપાર બંધ બાદ જીએસટી અને ઇ-કોમર્સના મુદ્દાઓ પર 5 માર્ચથી 5 એપ્રિલ સુધી દેશવ્યાપી આંદોલનની  જાહેરાત કરી છે. તે દેશના તમામ રાજ્યોમાં એક વિશાળ આક્રમક રાષ્ટ્રીય અભિયાન તરીકે ચલાવવામાં  આવશે.

CAIT એ કહ્યું છે કે આ બન્ને મુદ્દા દેશના 8 કરોડ વેપારીઓ સાથે સીધો સંબંધ રાખે છે અને જ્યાં સુધી આ બન્ને મુદ્દાનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી વેપારીઓ દેશભરમાં આંદોલન ચાલુ રાખશે. હાલમાં દેશભરના વેપારી GST અને ઈ કોમર્સમાં વિદેશી કંપનીઓની સતત મનમાનીના કારણે વેપારીઓ હેરાન છે. CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલને વીડિયો કોન્ફરન્સ દ્વારા બધા રાજ્યો અને સંઘશાસિત પ્રદેશોના 275 થી વધુ પ્રમુખ નેતાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. સર્વસંમતિથી આ નિર્ણય કરવામાં આવ્યો હતો કે આ બન્ને પ્રશ્નેને લઈને કેન્દ્ર સરકાર સાથે સીધો સંવાદ કરવામાં આવશે. તો બીજી તરફ દેશની બધી રાજ્ય સરકારો પણ તેની જવાબદારીથી બચી શકતી નથી.

CAITએ આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર પોતાના હિતો માટે જીએસટીના ખુબ જ સાધારણ કાયદા અને નિયમોને વિકૃત કરવામાં કોઈ કમી રાખી નથી. જેથી હવે દેશના બધા રાજ્યોને ઘેરવા માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવશે. CAITએ કેન્દ્રીય નાણા મંત્રીને આગ્રહ કર્યો છે તે તેમણે જીએસટી લઈને CAIT સાથે તુરંત સંવાદ જરૂર કરવો જોઈએ. તો બીજી તરફ ઈ કોમર્સ મુદ્દે પર કેન્દ્રીય વાણિજ્ય મંત્રીની પ્રશંસા કરી હતી.

CAITએ તેમને આગ્રહ કર્યો છે કે જે રીતે હજુ મોટા પ્રમાણમાં ઈ કોમર્સ કંપનીઓ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે તેની ઉપર કાબુ મેળવવા FDI Policyના પ્રેસ નોટ 2ની ખામીઓને દૂર કરવા માટે પ્રેસનોટ જાહેર કરવી જોઈએ અને ઈ કોમર્સ પોલીસીને પણ અંતિમ સ્વરૂપ આપીને જાહેર કરવી જોઈએ. આવતા કેટલાક મહિનામાં 5 રાજ્યોમાં ચૂંટણી થવાની છે અને એક વોટ બેંકના હિસાબે વ્યાપારી વર્ગ તેમની સંખ્યાના આધારે કોઈપણ પાર્ટીની જીત અને હારનું કારણ બની શકે છે. તેથી CAITનો આ નિર્ણય બધા પક્ષો માટે રાજનિતિક રીતે નુકસાન કારક સાબિત થઈ શકે છે.