વર્ષ 2022માં 8000 ભારતીય અમીરોનું દેશમાંથી પલાયન

November 29, 2022

નવી દિલ્હી : વિશ્વમાં અમીરોની સંખ્યા વધી રહી છે. ભારતમાં પણ કરોડપતિઓની લિસ્ટમાં સતત નવા નામ સામેલ થતા જઈ રહ્યા છે પરંતુ આ દરમિયાન અમીરોનો ભારત છોડીને બીજા ઠેકાણા શોધવાના દરમાં પણ જોરદાર વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર આખા વર્ષ દરમિયાન ભારતના 8,000 કરોડપતિઓએ દેશ છોડ્યો છે. આ આંકડાની સાથે હવે ભારત અમીરોના પલાયનના મામલે ટોપ-3 દેશોમાં સામેલ થઈ ગયુ છે. 

એક તરફ વિશ્વના ટોચના અમીરોની લિસ્ટમાં ભારતીય ઉદ્યોગપતિઓનો ડંકો વાગી રહ્યો છે, બીજી તરફ મોટી સંખ્યામાં ભારતીય અમીરોનો દેશ પરથી મોહભંગ થતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં જ હજારો કરોડપતિઓએ ભારતને અલવિદા કહી દીધુ છે. રિપોર્ટ અનુસાર ભારત દુનિયાના તે 3 દેશોમાં સામેલ છે. જ્યાંથી કરોડપતિઓ સૌથી વધુ પલાયન થયા છે. આ યાદીમાં પહેલા નંબરે રશિયા, જ્યારે બીજા નંબરે ચીનનું નામ આવે છે.