આઠ વર્ષની દિવ્યાંગ બાળકી પર રેપના કેસમાં 81 વર્ષના ભિખારીને 20 વર્ષની જેલ

January 25, 2020

મુંબઈ : વિશેષ કોર્ટેે ૮૧ વર્ષના વૃદ્ધને પાડોશમાં રહેતી આઠ વર્ષની દિવ્યાંગ બાળકી પર બળાત્કાર ગુજારવાના કેસમાં ૨૦ વર્ષની જેલની સજા સંભળાવી છે.

બનાવ સમયે ત્રીજા ધોરણમાં ભણતી બાલકી તેના ભત્રીજાને ટયુશનમાં મૂકીને સાંજે ૫.૦૦ વાગ્યે ઘરે પાછી ફરી રહી હતી ત્યારે  ભીખ માગવાનું કામ કરતા વૃદ્ધે તેને રૂમમાં ખેંચી લીધી હતી. આ રૂમ એક મહિલાએ તેને સૂવા માટે આપી હતી. વૃદ્ધે રૂમનો દરવાજો બંધ કરીને તેની સાથે અશ્લીલ કૃત્ય કર્યું હતું. બાળકીએ પહેલાં તો પોતે કપડામાં પેશાબ  કરી ગઈ હોવાનું માતાને કહ્યું હતું પણ કપડા બદલતી વખતે ચિકાશ લાગતાં માતાને શંકા પડી હતી. બાળકીને થોડી વાર બાદ તેની માસીએ પૂછતાં તેણે બનાવની હકીકત જણાવી હતી.

વિશેષ સરકારી વકિલ સુરીતા સિંહ અને વીડી મોરેએ જણાવ્યું હતું કે આરોપીના વીર્યના ડીએનએ અને બાળકીના કપડા પરથી મળેલો પદાર્થ મેચ થયા છે. બીજા એક કિસ્સામાં ૩૦ વર્ષના યુવાનને છ વર્ષના પાડોશી બાળકીને અયોગ્ય અડપલું કરવા બદલ પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.  આરોપી યુવાન આ ઈમારતમાં છેલ્લા ૧૫ વર્ષથી ભાઈના પરિવાર સાથે રહેતો હતો. 

આરોપી ઈમારતની સાફસફાઈનું કામ કરતો હતો. ગયા વર્ષે આ સંબંધી ફરિયાદ નોંધાઈ હતી. સ્થાનિક દુકાનમાં દજુધ લેવા ગયેલી બાળકી રોતી રોતી ઘરે દોડીને આવી હતી.