રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 874 કેસ નોંધાયા, 13 દર્દી વેન્ટિલેટર પર

August 02, 2022

ગાંધીનગર: રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 600થી વધુ આવી રહ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 874 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 1030 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.63 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6,257 એક્ટિવ કેસ છે. જેમાંથી 13 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6,244 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,39,423 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,971 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.