પુણેથી બાય રોડ કોરોના રસીના 93500 ડોઝ સુરત પહોંચ્યા, મંત્રી સહિત પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરાયું

January 13, 2021

સુરત : જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે કોરોના વેક્સિનનો જથ્થો પુણેના સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી દક્ષિણ ગુજરાત માટે કુલ 93500 ડોઝ સપ્લાય થયો છે. આ જથ્થો સિવિલ કેમ્પસમાં બનાવેલા સાઉથ રીઝનના સ્ટોરેજ સેન્ટરમાં લાવવામાં આવ્યો છે. વેક્સિનનું મંત્રી સહિત પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે.

મહાપાલિકાના શહેરી વિસ્તારમાં રસીકરણ માટેના લાભાર્થી 33336 હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં ડોઝ આપવાનો હોય કોવિશિલ્ડના લગભગ 3400 નંગ વાયલ (રસીની શીશી)નો સ્ટોક સપ્લાય પાલિકાના અડાજણ હેલ્થ સેન્ટર ખાતે સરકારની સૂચના બાદ સિવિલના સ્ટોરેજ સેન્ટર ખાતેથી મોકલાશે. ત્યાં સ્ટોરેજમાં રખાયા બાદ 16મીએ વેક્સિનેશન હાથ ધરાનાર હોય તે પ્રમાણે સ્મીમેર હોસ્પિટલ સહિતના હેલ્થ સેન્ટરો મુખ્ય હોસ્પિટલો મળી નિર્ધારિત 22 સ્થાન પર મોકલવામાં આવશે.