સાસ્કેચવાનના લોંગટર્મ કેરહોમમાં રહેનારી ૧૦૬ વર્ષીય મહિલાએ કોવિડને મ્હાત આપી

January 09, 2021

  • સમયસરની સારવાર અને રોગપ્રતકારક શકિતને કારણે સાજા થવામાં વૃદ્ધાને સરળતા રહી

સાસ્કેચવાન : જયારે બેવર્લી સ્મિથને જાણ થઈ કે, એની ૧૦૬ વર્ષની માતા રૂબેના વેન્ઝેલને કોરોનાનો ચેપ લાગ્યો છે ત્યારે એ ખૂબ ચિંતામાં પડી ગઈ હતી.ગયા મહિને તેને આ જાણ થઈ હતી. ત્યારબાદ તરત જ વેન્ઝેલને કવોરન્ટાઈન કરી દેવાઈ હતી. જો કે, એ સમય એની દિકરી માટે ઘણો કપરો હતો. કેમકે આટલી મોટી ઉંમરે આવો ચેપ લાગે તો બચવાની શકયતા ઓછી થઈ જતી હોય છે. વળી, સ્મિથ ઓકલાહામામાં રહે છે. અને માતા સાથે માત્ર વિડીયો ચેટથી જ સંપર્કમાં રહેતી હતી. પરંતુ કવોરન્ટાઈનના સમયમાં એ પણ થઈ શકતું નહોતું. પરંતુ જેમ જેમ સમય વીત્યો એની માતાની સ્થિતિમાં સુધારો થતો ગયો.સમયસરની સારવાર અને વેન્ઝેલની રોગપ્રતકારક શકિતને કારણે એ કોવિડ -૧૯ને મ્હાત આપીને સાજી થઈ ગઈ છે. તેણે ૧૯૧૮માં સ્પેનિશ ફલુની મહામારી સમયે પણ પોતાને બચાવી હતી અને બે વિશ્વયુદ્ધો પણ જોયા છે. ક્રિસમસ પૂર્વે જ આ સારા સમાચાર મળવાથી સ્મિથને ઘણી ખુશી થઈ હતી.