અફઘાનિસ્તાનના હેલમાન્ડ પ્રાંતમાં બોમ્બ વિસ્ફોટથી 23નાં મોત

June 30, 2020

કાબુલ : દક્ષિણ અફઘાનિસ્તાનના હેલમાન્ડ પ્રાંતના ભીડભાડવાળા બજારમાં થયેલા કાર બોમ્બિંગ અને મોર્ટાર શેલના મારામાં બાળકો સહિત 23 વ્યક્તિઓના મોત થયા છે, દેશના સાંગિન જિલ્લાની આ ઘટના માટે તાલિબાન અને અફઘાન લશ્કર - બંને એક-બીજા પર દોષનો ટોપલો ઢોળે છે.

તાલિબાનોના કબજા હેઠળના આ વિસ્તાર અંતરિયાળ હોવાથી અને પત્રકારો માટે ત્યાં પહોંચવુ અશક્ય  જેવુ હોવાથી આ હુમલાના બનાવની વિગતો સ્વતંત્રપણે તાત્કાલિક પાકે પાયે મળી શકી નથી. ગવર્નર જનરલ મોહંમદ યાસિનની ઓફિસે પ્રસિધ્ધ કરેલા નિવેદનમાં આથી વધારે વિગતો જણાવાઇ નથી. કોઇ જૂથે હુમલાની જવાબદારી માથે લીધી નથી.

તાલિબાની પ્રવકતા ક્વારિ યુસુફ અહમદીએ બોંબમારાના બનાવમાં બળવાખોરોનો હાથ હોવાની વાતને નકારી કાઢી છે. એમણે લશ્કરે વ્યસ્ત બજારમાં મોર્ટારમારો કર્યો હોવાનું જણાવ્યુ છે, જ્યારે લશ્કરના મતાનુસાર બળવા ખોરોએ કરેલા કાર  બોમ્બિંગ અને કરેલા મોર્ટાર શેલના મારાનું લક્ષ્યાંક નાગરિકો હતા.

બજારમાં થયેલા કાર બોંબ ધડાકામાં બે તાલિબાન લડાયકો પણ માર્યા ગયા હતા. સ્થાનિક નાગરિકો દ્વારા વેચાણમાં મૂકાયેલા ઘેટા બકરા પણ ધડાકામાં માર્યા ગયા હતા. અફઘાન પ્રમુખ અશરફ ઘાનિએ પ્રતિભાવમાં કહ્યુ કે માનવતાવિહીન કૃત્ય આચરીને બાળકો અને વડીલો સહિતના નાગરિકોને ભોગ બનાવવા એ ઇસ્લામની  વિરૂધ્ધ છે.