પશ્ચિમ બંગાળમાં કોરોનાનાં એક દર્દીનું મોત, દેશમાં મૃત્યુંઆંક વધીને 8 થયો

March 23, 2020

નવી દિલ્હી, : પશ્ચિમબંગાળમાં ખતરનાક વાયરસ કોરોનાથી વધું એક મોતનાં સમાચાર છે, પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, એક શખસ જે સંભવિત રીતે કોરોનાનો દર્દી હતો, તેનું આજે મોત થયું છે. તે પોતાના પરિવારજનો સાથે ઇટલીથી પરત ફર્યો હતો.

કોલકાત્તાનાં આમરી હોસ્પિટલે જણાવ્યું કે, 57 વર્ષનાં એક દર્દીને સોલ્ટ લેક યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતાં, જેણે આજે બપોરે છેલ્લો શ્વાસ લીધો હતો, તેમનું સેમ્પલ 20 અને 21 માર્ચનાં દિવસે SSKM હોસ્પિટલમાં  દાખલ કરવામાં આવ્યા હતાં, અને તેમની રિપોર્ટ પોઝીટીવ આવી હતી.