ડાકોરમાં માઘ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી; સોનાની પિચકારીથી ભક્તો પર કેસુડાનો છંટકાવ

February 05, 2023

ખેડા: જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માઘ પૂર્ણિમા પર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે વહેલી સવારે 05:15 વાગ્યે મંગળા આરતીમાં આશરે 50 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. શણગાર આરતીમાં સોનાની પિચકારીથી ભક્તો ઉપર કેસુડાના પાનનો છંટકાવ કરાયો હતો. સપ્ત રંગોથી રાજા રણછોડ અને ભક્તો વચ્ચે રંગોનો છંટકાવ થતા ભક્તો નાચી ઉઠ્યા હતા.


સમગ્ર મંદિર પરિસરમાં "ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે" ના ગગન ભેદી નારા ગુંજી ઉઠ્યા હતા. આજે મહાસુદ પૂર્ણિમા પર ઠાકોરજી એ ચતુર્ભુજ સ્વરૂપમાં શંખચક્ર, પદ્મ ગદા, રત્ન જડિત મુગટ ધારણ કર્યો હતો. આજે મહાસુદપૂર્ણિમાએ લાખો શ્રદ્ધાળુઓ રાજા રણછોડજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.