નવી મુંબઈના સીવૂડસ્ ટાવરમાં ભીષણ આગ લાગી

February 08, 2020

વાશી  : નવી મુંબઇના સેક્ટર 44માં આવેલા નેરુલના સીવૂડસ્ તરીકે જાણીતા ટાવરમાં ઉપલા મજલે આજે શનિવારે મળસ્કે ભીષણ આગ લાગી હતી જે ફૂંકાઇ રહેલા વેગવાન પવનના કારણે જોતજોતાંમાં વિકરાળ બની ગઇ હતી.

આ આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ હતા. વધુ વિગતો મળી નહોતી. એ પહેલાં મુંબઇના અંધેરી ઉપનગરમાં સાકી નાકા વિસ્તારમાં આગ લાગી હતી. બેઘર લોકો માટેના આશ્રય શેલ્ટરમાં પહેલે માળે લાગેલી આ આગ બુઝાવવા મુંબઇ ફાયર બ્રિગેડના સાત લાયબંબા ઝઝૂમી રહ્યા હતા. 

શુક્રવારે રાત્રે અને શનિવારે મળસ્કે મુંબઇમાં બે સ્થળે પરેલના કાલા ચોકી વિસ્તારમાં અને અંધેરીના સાકી નાકા વિસ્તારમાં આગ લાગવાના સમાચાર મળ્યા એટલામાં ત્રીજી આગ નવી મુંબઇના સેક્ટર 44માં લાગી હોવાનું જાણવા મળ્યું હતું

આ ત્રણે આગ કયા કારણે લાગી અને કેટલું નુકસાન અથવા કેટલી હાનિ થઇ એની વિગતો મળી નહોતી. સંદેશો અધૂરો હતો.