મેનીટોબામાં સર્જાયેલા બરફના વિશાળ ઢગલાએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો

January 26, 2020

સેન્ટ એડોલ્ફ :  માણસ કયારેક કલ્પી ન શકે તેવું સર્જન પ્રકૃતિ દ્બારા થતું હોય છે. આવો જ એક બનાવ દક્ષિણ વિનીપેગના મેદાનોમાં બન્યો હતો. જેમાં બરફની એક ચળકતી દિવાલ ભારે બરફ પડવાને કારણે સર્જાઈ હતી. જે વિશ્વમાં બરફથી રચાયેલા સૌથી મોટા ઢગલા તરીકે વિક્રમમાં ફેરવાઈ ગયો હતો. ર૦૭૮૯ ચો.મી.નો આ ઢગલો મેનીટોબાની રાજધાની સેન્ટ એડોલ્ફથી ૩૦ કિ.મી. દૂર દક્ષિણમાં જોવા મળ્યો હતો. બરફનો આ ઢગલો કહો કે માર્ગ કહો તેણે મેનીટોબાને વિશ્વમાં સૌથી મોટા બરફના ઢગલા તરીકે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવ્યું હતું. ઠંડીની ઉઘડતી સિઝનમાં આ રેકોર્ડ નોંધાયો હતો. બરફના આ ઢગલાના માલિક કલીન્ટ મેસી કહે છે કે, બરફની આ દિવાલ રચાઈ હતી તે બે ફૂટ પહોળી અને છ ફૂટ ઉંચી હતી. જે મધ્યયુગના કોઈ કિલ્લાની આજુબાજુ બાંધવામાં આવી હોય તેવી દિવાલ જેવી લાગતી હતી. મેસી કહે છે કે, આ ઘટના ખરેખર રોમાંચક છે. કારણ કે, આઠ ફૂટ લાંબી દિવાલ બનાવવી હોય તો એમાં આશરે ચાર ઘનફૂટ બરફની જરૃર પડે છે. ઘરની આજુબાજુ રચાયેલી આ દિવાલ લોકોને ઠંડીની સામે રક્ષણ આપે છે. લોકો આ સૌથી મોટી બરફની દિવાલની મોજ માણવા સ્નોપેડ, બૂટ, ટોકસ અને મિટન્સ પહેરી માર્ગો પર નીકળ્યા હતા. આશરે ર૦ હજાર લોકો ઠંડીની શરૃઆતમાં બનેલા વિશ્વના સૌથી મોટા ઢગલાની મોજ માણવા નીકળી પડયા હતા.

કેનેડામાં જયાં વધુ બરફ પડે છે તેવા રાજયોમાં લોકો આવી બરફની કલાકૃતિઓ બનાવવાની પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જાય છે અને બરફની આવી અનેક માનવ સજર્તિકૃતિઓની સ્પર્ધા પણ યોજાય છે અને કયારેક તે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં સ્થાન મેળવે છે. મેસીએ ૧૦ કલાક મહેનત કરી એક ઉત્તમકલાકૃતિ તૈયાર કરી હતી.