સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતાં 247 લોકોને દંડ, 100 રૂ.નો મેમો ફટકારાયો

April 06, 2020

સુરતમાં આજે કોરોના વાયરસનાં 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરતનાં રાંદેર સહિત 3 વિસ્તારોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. તેવામાં સુરતમાં હવે લોકડાઉનનું કડક પણે પાલન કરવામાં આવી રહ્યું છે. તો સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ કડકપણે પાલન કરાવવામાં આવ્યું છે. સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરનાર 247 લોકોને 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કદાચ આ દેશનો પહેલો કિસ્સો હશે.

તો બીજી બાજુ કોરોના વાયરસ લડવા સામે મનપા દ્વારા નવો પ્લાન બનાવવામાં આવ્યો છે. હવે સુરતમાં સ્લમ એરિયામાં પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે જ ફિવર ક્લિનિક પણ શરૂ કરવામાં આવશે. 25 તબીબોને તેની જવાબદારી સોંપવામાં આવશે. આ માટે સુરત મનપાની ટીમ કામે લાગી ગઈ છે. તો સુરતમાં એક વોર્ડરૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. અહીં ડોક્ટર દ્વારા દર્દીઓની તપાસ કરાશે. અને શંકાસ્પદ વ્યક્તિ જણાશે તો તે વ્યક્તિને કોરોના વોર્ડમાં ખસેડવામાં આવશે.

કોરોના કહેર વચ્ચે સુરત પોલીસ કમિશનરે તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. પોલીસ કમિશ્નરના જાહેરનામાના આજે પ્રથમ દિવસં પોલીસે જાહેરનામા ભંગના 19 કેસો કર્યા છે. તો એપેડેમિક એક્ટ અંતર્ગત 186 કેસ કર્યા છે. ડ્રોન કેમેરાની મદદથી 15 કેસ કર્યાં છે. તો 383 આરોપીઓની પોલીસે અટક કરી છે. અને ખાનગી વાહનોને પ્રતિબંધને પગલે 708 વાહનો ડિટેઇન કર્યા છે.