કોવિડના દર્દીઓની સારવાર ક્ષમતા વધારવા વોઘનમાં નવી હોસ્પિટલ શરૂ થશે

January 23, 2021

  • વધુ પ૦૦ બેડની સુવિધા માટે ૧રપ બિલીયન યુએસ ડોલરનો ખર્ચ કરવા સરકારની તૈયારી
  • હોસ્પિટલમાં ૩પ ક્રિટીકલ કેર માટેના બેડ અને ૧પ૦ મેડીકલ બેડસની સુવિધા હશે
ટોરોન્ટો : ઓન્ટેરિયોના પ્રિમીયર ડગ ફોર્ડે કહ્યું હતું કે, કોવિડ-૧૯ના કેસો વધી રહ્યા છે. ત્યારે એની સારવારની ક્ષમતા વધારવા માટે વોઘનમાં નવી હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ગ્રેટર ટોરોન્ટો વિસ્તારની હોસ્પિટલોમાં કેસનો વધારો થવાથી ઘણાં દર્દીઓને અન્ય સ્થળે ખસેડવા પડશે. હવે સાતમી ફેબ્રુઆરીથી વોઘનની કોર્ટેલુસી હોસ્પિટલમાં એવા દરદીઓને ખસેડવામાં આવશે. હોસ્પિટલમાં ૩પ ક્રિટીકલ કેર માટેના બેડ અને ૧પ૦ મેડીકલ બેડસની સુવિધા હશે. જે પ્રાંતની ક્ષમતામાં વધારો કરશેઓન્ટેરિયોના હેલ્થ મિનીસ્ટર ક્રિસ્ટીન ઐલિયટે કહ્યું હતું કે, ટોરોન્ટોની કેટલીક હોસ્પિટલોએ દરદીઓને ઓન્ટેરિયોના કિંગસ્ટન અને નાયેગ્રા વિસ્તારની હોસ્પિટલોમાં ખસેડવા માંડયા છે. કેમ કે, એમની હોસ્પિટલોમાં જગ્યા નથી. પ્રાંતીય તંત્ર માને છે કે, અત્યારે ક્ષમતા વધારવાનું દબાણ છે. જો પ્રસારને સમયસર અટકાવી શકાય તો દબાણ વધતું જશે. જોતા વોઘનની હોસ્પિટલ શરૂ થયા બાદ થોડી રાહત થશે. વળી, સરકારે વધુ પ૦૦ બેડની સુવિધા ઉભી કરવા માટે ૧રપ બિલીયન યુએસ ડોલરનો ખર્ચ કરવાની તૈયારી પણ દર્શાવી હોવાથી આવનારા સમયમાં પ્રાંતની હોસ્પિટલોનો ભરાવો ઓછો થઈ શકશે. એલિયેટે કહ્યું હતું કે, ટોરોન્ટોમાં ૮૧પ નવા કેસ છે અને પીલ રીજીયનમાં પણ પ૦૭ કેસ જોવા મળ્યા છે. રીતે યોર્ક અને નાયેગ્રા વિસ્તારમાં ૧પ૧ નવા કેસ નોંધાયા છે. છેલ્લા અહેવાલ મુજબ કોવિડ-૧૯ની વેકસીનના ૯૬૯૧ ડોઝ અપાયા હતા. જયારે લગભગ ૪૦૩૦૦ ટેસ્ટ થઈ ચુકયા હતા. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં ર૦૬૩૧૦ કેસો નોંધાયા છે અને પ૪૩૩ દર્દીઓના મૃત્યુ કોરોના વાઈરસને કારણે થયા છે. ઓન્ટેરિયોના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ર૦૯૭૮૮ વેકસીનનના ડોઝ અપાઈ ચુકયા છે. ટોરોન્ટો કન્વેન્શન સેન્ટરમાં સામુહિક વેકસીનેશન પ્રગ્રામનો આરંભ થઈ ચુકયો છે. જુદા જુદા વિસ્તારોમાં વેકસીનેશન સેન્ટર્સ શરૂ થયા છે. જયાં દરેક સેન્ટર ઉપર દરરોજ રપ૦ લોકોને વેકસીન આપવામાં આવશેજોકે પ્રગ્રામની સફળતાનો આધાર વેકસીનના મળનારા જથ્થા પર રહેશે એમ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.