નવ્યા નવેલી અને સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચે બ્રેક અપની અફવા

August 03, 2024

મુંબઇ : અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યા નવેલી નંદા અને એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચે બ્રેક અપ થઈ ગયું હોવાનું મનાય છે. તેમણે પોતાની રિલેશનશિપ ક્યારેય સત્તાવાર રીતે જાહેર કરી ન હતી અને આ  બ્રેક અપની અફવાઓ વિશે પણ તેઓ મૌન સેવી રહ્યાં છે. નવ્યા અને સિદ્ધાંત અનેક ઈવેન્ટસમાં  સાથે જોવા મળતાં હતાં. તેઓ અનેક વાર વેકેશન માણવા પણ સાથે ગયાં હોવાની તેમની કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટસ પરથી પુરવાર થયું હતું. તેમનું સોશિયલ મીડિયા ઈન્ટરેક્શન પણ તેમના રોમાન્સની ચાડી ખાતું હતું. જોકે, કેટલાક સમયથી આ ઈન્ટરેક્શન બંધ છે. તેઓ સાથે પણ દેખાયાં નથી. બોલીવૂડના વર્તુળોમાં ગણગણાટ છે કે બંને વચ્ચે બ્રેક અપ થઈ ચૂક્યું છે. નવ્યાનો પરિવાર સિદ્ધાંતને સ્વીકારી ચૂક્યો હતો. ખુદ શ્વેતા નંદા પણ સિદ્ધાંતની પોસ્ટસ પર કોમેન્ટ કરતી હોય કે તેની સાથે ઈન્ટરેક્ટ કરતી હોય તેવું જોવા મળ્યું હતું.